પૃષ્ઠ:Hind Swaraj.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રત, મારું મન દૃઢ થાત ને હું અંતે નિર્વિષયી થઈ સુખી થાત.

ઈસ્પિતાલો એ પાપની જડ છે. તેનાથી માણસો શરીરનું જતન ઓછું કરે છે અને અનીતિ વધારે કરે છે.

યુરોપી દાક્તરો હદ વાળે છે. તેઓ માત્ર શરીરના જ ખોટા જતનને ખાતર લાખો જીવોને દર વરસે મારે છે, જીવતા જીવ ઉપર અખતરા કરે છે. આવું એક પણ ધર્મને કબૂલ નથી. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી બધા કહે છે કે માણસના શરીરને સારુ આટલા જીવો મારવાની જરૂર નથી.

દાક્તરો આપણને ધર્મભ્રષ્ટ કરે છે. તેઓની ઘણીખરી દવામાં ચરબી અથવા દારૂ હોય છે. આ બંનેમાંથી એક પણ વસ્તુ હિંદુ-મુસલમાનને ખપે તેવી નથી. આપણે સુધરેલાનો ડોળ કરી, બધાઓને વહેમી ગણી સ્વચ્છંદે ગમે તેમ કર્યા કરીએ

૧૦૪