લખાણ પર જાઓ

પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૩૯
 

નાયકપદે રહે છે. મહાઅમાત્ય શકટાલ. પોતાની પૂર્વવયમાં જે રસિક કવિ તરીકે જાણીતો હતો, ગંગાની ટેકરીઓમાં જેની કવિતા ગૂંજતી હતી, મગધના મહાલયોમાં જેનો અભિનય રાજકુંવરીઓને ઘેલી બનાવતો તે શકટાલની જુવાનીને નંદ રાજાએ હાકલ કરી. એણે શકટાલની ભેટમાંથી કવિતાનાં ભૂંગળાં કાઢી, ફેંકી દઈ કૃપાણ બંધાવી અને માથેથી મોરમુગટ અળગો કરી મંત્રીનો તાજ પહેરાવ્યો. આ મહાઅમાત્યે પોતાની કુશળતાથી મગધની સીમાઓ ચારેતરફથી વિસ્તારી, મગધના સૈન્યને કેળવ્યું એટલું જ નહીં પણ મગધની પ્રજાને રસિક, સંસ્કારી અને કલાપ્રિય બનાવી. તક્ષશિલાની જીતમાં મળેલી ત્રણ અભૂતપૂર્વ વ્યક્તિઓ ચાણક્ય, વરરુચિ અને પાણિનીને મગધમાં વસાવ્યા. એમાં ચાણક્યનું અપમાન રાજા નંદ અને તેના કુમારો દ્વારા થતાં ચાણક્યે નંદ વંશના નાશની પ્રતિજ્ઞા લીધી. બીજી બાજુ સાહિત્યરસિક વરરુચિના મહાઅમાત્ય બનવાની જાગેલી લાલસાએ અનેક પ્રપંચલીલાઓ આદરી. તેમણે નંદના કાનને મહાઅમાત્ય વિરુદ્ધ ભરી દીધા. ત્યારે મગધને અને પોતાના હિતેચ્છુઓને આપસમાં અથડાતા બચાવવા મહાઅમાત્યે પોતાના પ્રાણની આહુતી આપી, મગધનું સામ્રાજ્ય તત્કાળ પૂરતું તો એક મોટી હોનારતમાંથી ઊગરી ગયું પણ સમય જતાં ચાણક્યના પ્રેર્યા ચંદ્રગુપ્ત દ્વારા નંદવંશનો નાશ થયો. ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ તથા સ્થૂલિભદ્રનું ભદ્રબાહુસ્વામીની પાટના અધિકારી થવું એ બંને બનાવો સાથે ઘેલી બનેલી પાટલીપુત્રની પ્રજાના આનંદને વર્ણવતી નવલકથા સમાપન પામે છે.

વસ્તુગૂંથણીની દૃષ્ટિએ તપાસીએ તો નવલકથામાં પ્રસંગોની ગૂંથણી સુસંકલિત છે. કોઈ સુરમ્ય ચિત્રપટ જોતાં હોઈએ તેમ પ્રસંગો વેગથી આગળ વધે છે. જેમ ફૂલની એક એક પાંદડી ખૂલતી જાય અને પોતાનું અનેરું રૂપ પ્રગટાવતી જાય તેમ કથામાં વસ્તુની ગૂઢ પાંદડીઓ કલાભરી રીતે નવે નવે રંગે ઊઘડતી જાય છે. શ્રી રવિશંકર જોશી કહે છે તેમ ‘વસ્તુ પ્રમાણબદ્ધ અને અંગપ્રત્યંગના સંવાદવાળું હોઈ ઘાટીલું બન્યું છે. વાર્તા પૂરી થાય ત્યાં સુધી વાચકને રસતરબોળ રાખે તેવું અખંડ કુતૂહલસાતત્ય પણ તેમાં છે.’ (આમુખ : પૃ. ૧૩). નવલકથાનો પ્રારંભ ચિત્રાત્મક રીતે થયો છે. પ્રથમ દસ પ્રકરણ સુધી સ્થૂલિભદ્ર-કોશાની પ્રણયકથા વિકસે છે. અગિયારમાં