આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશ
૧૦૫
અમૃતપાત્ર
• રાગ જિલ્લા — ઝિંઝોટી — ત્રિતાલ[૧] •
પ્રાણ ! હવે તું છોડ અંધારી,
તારી છે રંગત ન્યારી રે !
જોની, તારી છે રંગત ન્યારી રે ! — ( ધ્રુવ )
દુઃખ પ્રપંચ ભરી દુનિયાથી
કેમ જતો તું હારી રે ?
લાખવસા છે પુણ્યભરી આ
જીવનયાત્રા તારી રે !
પ્રાણ ! હવે તું∘ ૧
પ્રભુમંદિર છે તુજ અંતર આ,
તેની પાંચ જ બારી રે :
શબ્દ સ્પર્શ રૂપ ગંધ ને રસથી
ભવની બધી બલિહારી રે.
પ્રાણ ! હવે તું∘ ૨
- ↑ “પિયાકે ચિત્ર બિન પ્રીતમ પ્યારે,” — એ રાહ.