પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કઠિન અને જરા જોખમ ભરેલું છે તેમાં તો કાંઈ શકજ નથી. અલબત મુસીબત વિના સ્વર્ગનાં દર્શન ક્યાંથી થાય ? ખુબસુરતી ઓછી લાગી તેનું કારણ એટલું જ હશે કે અમે ગયા તે સારી ઋતુ નહોતી. અમે બહુ જ થોડું જોયું અને જે કાંઈ જોયું તે પણ ઉતાવળથી. મુસીબત ઓછી પડી તેનું કારણ એજ કે વાઈસરૉયને લીધે રસ્તા ઘણી સારી સ્થિતિમાં હતા. વળી જે સડક પર અમે ચાલ્યા હતા તે નવી બાંધેલી હતી. તો પણ કેટલીક વખત મુસીબતો પણ એટલી ભોગવવી પડી કે જેથી બે-ત્રણ જીવની હાનિ થાત. ગમે તેમ હોય તો પણ મને તો એમજ લાગ્યું કે કોઈ પણ સારી અથવા ખરાબ બાબતનો, ભોક્તા થયા