પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અસંતોષ અને લોભ માણસને કેવાં નીચ કૃત્યો શીખવે છે ! લાલચી માણસની બુધ્ધિ કેવી ભ્રષ્ટ થઇ જાય છે ! દ્રવ્યની લાલસા મનુષ્યના બ્રહ્મતુલ્ય શુધ્ધ ચેતન આત્માને કેવો તુચ્છ બનાવી દે છે ! સ્વાર્થ અંતઃકરણને કેવું અશુધ્ધ કરી નાખે છે. હૃદય અનીતિથી કેવું ભ્રષ્ટ અને અવિચારી બની જાય છે ! નીતિનો માર્ગ એક વખતજ જરા પણ ઉલ્લંઘન કર્યા પછી માણસની કેવી પશુવત્ સ્થિતિ થઇ જાય છે !એક દુષ્ટ કૃત્ય સિધ્ધ કરવા બીજાં હજાર પાપ કરવાં પડે છે. આ ક્ષણભંગુર દેહને બહુજ થોડું જોઇએ છીએ, છતાં ઈન્દ્રિય સુખની તૃષ્ણામાં લપટાઈ જઈ માણસ શું શું કૃત્ય ન કરે ! આ એક ધન લોભી માણસ શું નહિ સમજતો હોય કે બીજાને છેતરવા જતાં હું જ છેતરાઉં છું ! ઈશ્વરનો ગુનેહગાર થાઊં છું ! મારી સાખ હલકી થવાથી મને અતિશય નુકસાન થાય છે ! તેની ચોરી પકડાઇ ત્યારે પણ તેને પોતાનાં આવાં કપટી કર્મનો ત્યાગ કરવાની શું ઈચ્છા નહિ થઇ હોય ? ખરેખાત, તેને પણ સ્મશાન વૈરાગ્ય થયો હશેજ, પણ એ ક્યાં સુધી ? દુરાચરણથી પેટ ભરનારા ક્ષુદ્ર જનોને વળી કર્તવ્ય શું અને અકર્તવ્ય શું !

સાંજે અમે બહારશાહ અને સમદશાહની દુકાને કાશ્મીરી પસ્મિના અને શાલો જોવા ગયા. આ શાલો એવી તો ટકાઉ અને સુંદર બને છે કે તેની જોડ સૃષ્ટિમાં બીજે ક્યાંઈ છેજ નહિ. ક્યાં આ જંગલી દેશ અને ક્યાં આ અલૌકિક કારીગિરી ! ઉદ્યોગ શું ન કરે ! પ્રયત્નથી પશુ પક્ષીઓ પણ સારૂં કામ કરે છે તો આ જંગલી કાશ્મીરનાં માણસો આવું કામ કરે તેમાં શી નવાઈ ! હે હિન્દુસ્તાન ! તારી કારીગિરીને તું શામાટે ઉત્તેજન નથી આપતો ? તારાં બચ્ચાંને તું કુશલ શામાટે નથી બનાવતો ? કુદરત તો તારા