પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિમ્મત ધરી શકતા નહોતા. ધીમે ધીમે બધા સાજા સમા ઇશ્વર કૃપાથી નીચે ઉતર્યા અને ’હાશ’ કરી કિસ્તીમાં બેસી ગયા. ઉતારે પહોંચ્યા તેટલી વારમાં રાત્રી આવી આવી પહોંચી તેથી વાળુ કરી થાક્યાપાક્યા જલદી બીછાનામાં પડ્યા અને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.


તા. ૭-૧૧-૯૧:- સવારે ઊઠ્યા. થાક ઊતરી ગયો હતો. આજ સવારના નવ અને પિસતાળીશ મિનીટે હીઝ એક્સેલન્સીને મળવા ગયા. પહેલાં એમના એડિકોંને મળ્યા. એડિકોં વાઈસરૉયને અમે આવ્યા છીએ, એ ખબર આપવા ગયા અને થોડીજ વારમાં એડિકોંની સાથે પોતે પધાર્યા. વાઈસરૉય ઘણા જ સરલ અને નમ્ર પ્રકૃતીના હશે એમ અમને આ મુલાકાત પરથી લાગ્યું. વાઈસરૉય સાહેબે "તમે ઈંગ્રેજી અભ્યાસ ક્યાં કર્યો છે? મુસાફરી ક્યારથી નીકળ્યા છો ? ક્યાં ક્યાં ગયા ? શું શું જોયું ? ક્યાં ક્યાં જવાના છો ?" એવા કૅટલાક પ્રશ્નો પૂછ્યા અને કેટલીક વાતચીત થયા પછી રાવ બહાદુરે વાઈસરૉય સાહેબને કહ્યું કે, "મને આપ નામદાર તરફથી આજ સાલમાં રાઓ બહાદુરનો ઈલકાબ મળ્યો છે અને આજ વર્ષમાં આપની સલામનો મને લાભ મળ્યો છે તેથી હું ઘણો ભાગ્યશાળી થયો છું." પછી તુરતજ અમે વાઇસરૉય સાહેબની રજા લઇ, આ મુલાકાતમાં એમના ભલાઇ, સાદાઇ, અને માયાળુ સ્વભાવની વાતો કરતા ઉતારે ગયા.

૨. જમીને બપોરે કાશ્મીરી શાલ બનાવવાનું એક કારખાનું જોવા ગયા. આ ઉત્તમ પ્રકારની શાલની બનાવટ અમદાવાદી અથવા સુરતી કિનખાબ જેવી છે. આ બનાવટ એક બીજા શાલના વેપારી એક બીજાથી છુપી રાખે છે. આમ કરવાનું કારણ એક વેપારીને પૂછ્યું પણ સીધો જવાબ મળ્યો નહિ. ખરેખાત, આ છૂપું રાખવાની ટેવ ઘણીજ નુકસાનકર્તા છે. એથી સુધારાને તેમજ કળા કૌશલ્યને ઘણી હાનિ પહોંચે છે અને તેથી દેશ પછાત રહી જાય છે. આપણા ગિરનારી, તેમજ આબુરાજના અને વિંધ્યાચળના, વૈરાગ્યનો ડોળ કરતા, લાંબી લાંબી પીળી જટાવાળા બાવા અને એવા ઘણા માણસો