પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પહોંચ્યાં ત્યારે એક ફાટેલ જભ્ભાવાળા બુઢ્ઢા સિપાઇએ અમને અટકાવ્યા. અમને ખબર હતી કે અહિં અમને રાજાના પાસની જરૂર છે પણ અમારા કાગવાસ પંડિતને પુછતાં તેણે કહ્યું હતું કે "સાબ, હમેરી પાસ પાસ હૈ .” આ પાસ તે સિપાઈને બતાવ્યો પણ તેણે માથું ધુણાવીને કહ્યું કે " યેહ નહિ ચલેગા. રાજા માનસીંગકા પાસ ચાહીયે.” જે કાગળ પંડિત પાસે હતો તે , દરેક જગ્યાએ સાથે રહીને બતાવવાનો, રેસિડેંટનો હુકમ હતો. આવી રીતે વગર પાસે અમે અંદર જઈ શક્યા નહિ પણ બહારથીજ શહેરનો દેખાવ જોયો. આ ટેકરી પરથી પણ આખું શહેર નજરે પડે છે પણ શંકરાચાર્યના શિવાલય પરથી જે ખુબી માણસની નજરે પડે છે તેવી અહિંથી નથી પડતી.

૫. અમારાં ઘોડાં અમે ડુંગરની બીજી બાજુએ મોકલી આપ્યા હતા તેથી તે બાજુમાં એક કેડી છે ત્યાં થઈને અમે નીચે ઉતર્યા. આ રસ્તો ઘણોજ ખરાબ છે. અમે વારંવાર પડતા હતા. પડખે ખાઇ ન હોવાથી ભેરવજપની ધાસ્તી નહોતી. લાકડીને ટેકે ટેકે ઘરડા માણસની માફક અમે નીચે ઉતરી " શાંતિ: શાંતિ: શાંતિ: કહી ઘોડેસ્વાર થયા. સદર બજાર જ્યાં ગાડી ચાલી શકે તેવી સડક છે ત્યાં થઈને લાલમંડી મહેલ તરફ ચાલ્યા.આ સડકની બન્ને બાજુએ સુંદર ઝાડ ઊગેલાં છે. અહિં કાંઇક સુધારો નજરે પડે છે. રસ્તામાં એક પુલ આવ્યો. આ પુલ માત્ર લાકડાનોજ છે અને સાંકડો ઘણો છે. અહિં એક ગાડી સામે મળી. પુલની બાજુની રેલીંગની અડોઅડ ટટ્ટુ ઊભા રાખ્યા. આ ટટ્ટુ ઘણાજ ડાહ્યાં, સમજુ અને પીઢ હોય છે, નહિતો જો કાઠિયાવાડી ઘોડાં જેવી બાળ બુદ્ધિ કરે તો તે ઘોડાને અને સ્વારને નીચે નદીમાં તટકાવું પડે. આવા પુલ શ્રીનગરમાં ઘણા છે. તે ઓળંગતા ઓળંગતા લાલમંડીના મકાને આવી ગયા. અહિં બે કચ્છી માડુ ચડી આવ્યા હતા. તેની સાથે કેટલીક વાતચીત કરી બંગલામાં ગયા. હજી સુધી કાશ્મીરમાં આ બે કચ્છી અને બાબુ કાલિદાસ સિવાય બીજો કોઇ દેશી નજરે પડ્યો નહોતો.