પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬. શહેરમાંનાં બધા મકાનો ગંદાં હોવાને લીધે મહારાજા, વાઇસરૉયની મુલાકાત લાલમંડી મહેલમાં લેતા હતા. વાઇસરૉય સાહેબને કાશ્મીરી કારીગરી બતાવવા ત્યાં બનતી કેટલીક ચીજો આ બંગલામાં લાવી રાખેલી હતી. પણ અગાડીને દિવસે તેમાંની કેટલીક પાછી ઉપાડી લ‌ઇ જવામાં આવી હતી. સાંજ પડી ગઈ હતી, બંગલો બંધ હતો, તેમાં ચમત્કારી કાંઈ હતું નહિં અને કુંચી લાવતાં વખત વધારે જાય એમ હતું તેથી તે મકાન બહારથીજ જોઇ ઉતારા તરફ ઘોડાં દોડાવ્યાં. બાબુ કાલિદાસને મકાને તેનાં ઘોડાં મૂકી ,અમારી કિસ્તી ત્યાં હાજર હતી તેથી તેમા બેસી ઉતારે આવ્યા.

૭. સવારના ચાર વાગે શ્રીનગર છોડવું હતું તેથી વાળુ કરી સામાન બધો કિસ્તીમાં ભરી, “ કાશ્મીર તને સલામ છે ! વળી અન્નજળ હશે તો કોઈ દિવસ તારું પુરૂં અવલોકન કરવા આવીશું " એમ કહી સૌ કિસ્તીમાં ગયા. ટાઢ લાગતી હતી તેથી વહાલી ગંગરી છાતી પાસે રાખી ચારે કોર છત બંધાવી દઈ, નીચે પાટિયાં પરજ પથારી કરી , ધડકી , ગોદડાં અને બન્નુસ ઓઢી ઈશ્વરનું નામ લઈ સુઈ રહ્યા.

૮. શ્રીનગર જેને કાશ્મીરી લોકો કાશ્મીર કહે છે તે શહેરની આવી દુર્દશા કેમ હશે ? લોકો આવા ગરીબ અને કંગાલ કેમ છે ? પાણીની એટલી છત છે કે કુવો ક્યાંય ગળાવવોજ પડતો નથી છતાં આટલી ગંદકી ક્યાંથી ? કાલિદાસના સમયમાં આ સ્વર્ગ કેવું હતું, હાલ કેવું છે, હવે કેવું થશે ! એ જુની વિદ્યા ક્યાં ગઈ ? ચડતી પડતી દરેક વસ્તુને છેજ. સૃષ્ટિની ઘટમાળ તેમજ ચાલ્યાં કરે છે. સંપત્તિ અને વિપત્તિનું ચક્ર ઉંચુ નીચું ફર્યા કરે છે. દુનીયા પરની દરેક વસ્તુની સ્થિતિ છોકરાંના હાથમાંના દડા જેવીજ છે. ઊંચે ચડ્યા પછી નીચે પડે છે અને નીચે અથડાયા પછી ઉપર આવે છે. એક જંગલ આજ નવપલ્લવ , પુષ્પ, અનેક