પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ફલ અને નાના પ્રકારના મધુર ગાયન કરતાં પક્ષીઓથી રમણીય, મનોરંજક હોય, કાલ અગ્નિ લાગવાથી તેમાં માત્ર ઠુંઠા અને રાખ જ રહે છે, અને વળી થોડા કાલ પછી હતું એથી પણ વધારે સુશોભિત થાય છે. કાશ્મીર એ એક હિંદુસ્તાનનો ભાગ છે. હિંદુસ્તાનમાં એક વખતે રામ, ધર્મ, વિક્રમ, હરિશ્ચંદ્ર જેવા કુશળ, પ્રજાનું સુખ દુઃખ તેજ પોતાનું સુખ દુઃખ માનનારા ધર્મિષ્ઠ, નીતિવાન્‌, અને 'નરપતિ' શબ્દને શોભાવે તેવા ગુણવાન રાજા રાજ્ય કરતા હતા. તે ચાલ્યા ગયા. ભોજ જેવા વિદ્વાન પરીક્ષક લય પામ્યા, વસુંધરા, વિદ્યા અને કળા કૌશલ્ય રંડાયાં, કુસંપ સાથે અનેક અવિનયોને અને તેના લઈને મૂર્ખ વિપત્તિને દેશમાં આવવાનો રસ્તો મળ્યો. તૈમુર, મહમદ, અલાઊદ્દીન, અને ઔરંગઝેબ જેવા, ધન લોભી લોહીના તરસ્યા, ઝનૂની, ઘાતકી, નિર્દય, ક્રુર, સ્વાર્થી, મૂર્ખ, કપટી, વ્યસની અધિકારીઓએ આર્યાવર્તને લૂંટ્યો, દળ્યો, નીચોવ્યો , રગદોળ્યો. 'यथा राजा तथा प्रजा' એ યથાર્થ કહેવત પ્રમાણે આપણું ભુંડું થયું. આપણે બગડ્યા, નીચે પડ્યા, અરે ! પણ આવા સત્તાધીશો આવ્યા એમ કહેવું એ ખોટું છે, આપણેજ આપણા પગમાં કુહાડો માર્યો. આપણેજ તેઓને બોલાવ્યા. આપણે જ વિષને અમૃત માની સ્વેચ્છાએ આનંદથી પાન કીધું, દીર્ઘદર્શી, ડાહ્યા, રાજ્યનીતિમાં ઘડાયેલા પ્રોઢજનોનો આપણે જ અનાદર કીધો ; આપણાજ હાથીજ આપણા ભાઈઓ, દેશ રક્ષકો, શૂરા, ધીર, વીર પુરુષોના પગમાં બેડી નાખી, ગળાં કાપ્યાં, હણ્યા અને હણાવ્યા ! અફસોસ, અફસોસ. આપણું કર્તવ્ય આપણે ચુક્યા, આપણો ધર્મ આપણે ભુલ્યા, આપણાં શાસ્ત્રોને આપણેજ તિરસ્કાર્યા, આપણે જ કૃતઘ્નિ થયા. સર્વે દેશ ભાઈઓનું ભુંડું કરતાં મારૂં ભલું થશે નહિ એ ભાન તો કોઈને રહ્યું જ નહિં. 'પરમાર્થ તેજ સ્વાર્થ છે' એ વેદવાક્ય આપણે ભુલી ગયા, તેથી આ દેશ પર ગુસ્સે થઈને વાલ્મીકિ, વિશ્વામિત્ર, મનુ, વશિષ્ઠાદિ ૠષિઓ, અર્જુન, ભીમ, કૄષ્ણ, હલધર, ભગીરથાદિ લડવૈયા અને અગ્ન્યાસ્ત્ર, ગુરૂડાસ્ત્ર,