પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બ્રહ્માસ્ત્રાદિ આયુધો હવે બીજા દેશોમાંજ જન્મ લે છે, બીજા દેશોનેજ શોભાવે છે, બીજા દેશોનેજ ઊંચા ચડાવે છે, બીજાં દેશોનું જ રક્ષણ કરે છે. જે વિમાનો ભરતખંડની હવામાં ઉડતાં તે બીજા પ્રદેશોમાં ફરે છે ! જે હીરા અહિંની ખાણોમાંથી નીકળતા તે બીજા દેશોમાં પ્રકાશે છે !આપણેજ આપણું સંભાળી ન શક્યા તો બીજાને શો દોષ દેવો ? આપણા વિદ્વાનો જે માલતીમાધવ જેવાં નાટક રચતા તેઓને હવે લલિતા દુઃખ દર્શક જેવાં નાટકો લખવાં પડે છે ! અફસોસ ! આપણે બબ્બે આંખો છતાં અંધ થયા ! ઘટિત અઘટિત કાંઈ વિચાર્યું જ નહિ ! મહાભારત જેવાં યુદ્ધ કરી ભાઇએ ભાઇનું , કાકે ભત્રીજાનું, બાપે દીકરાનું, લોહી પીધું ! અરે આર્યાવર્ત ! તેં સુખ દુઃખની પરિસીમા અનુભવી જોઈ ! તારા પર સુખ દુઃખના સમુદ્ર રેલી ગયા ! હવે વીશ્રાંતિનો સમય આવ્યો છે, તારી ખોવાઈ ગયેલી અમૂલ્ય વસ્તુઓ ગોતી ગોતી, તારા ભાઈઓ અને મિત્રો, તારા હાથમાં હવે આપવા લાગ્યા છે તેનો યથાર્થ ઉપયોગ કર. બ્રિટનનો સારો સુધારો વિચાર કરી તે યોગ્ય લાગે તેમ ગ્રહણ કર. તારા કેટલાક પુત્રો તો અગાડીના ઋષિ જેવા થવા યત્ન કરે છે, પણ હજી કેટલોક ભાગ ઘણો પછાત રહી ગયો છે. કાશ્મીર આમાંનો એક છે. ત્યાંની પ્રજા વેપારથી બહારના સુધરેલા ભાગ સાથે જોડાયેલી નથી. પોતાના દેશનો પાક વાપરી સંતોષ માની બેસી રહેલ છે. દુકાળનો ભય નથી અને અનાજ એટલું પાકે છે કે કાશ્મીરી માંજી ત્રણ પૈસામાં દિવસનું પોષણ મેળવી શકે છે. એ સિવાય મચ્છી અને બતક પુષ્કળ મારી લાવે છે. પણ આ ત્રણ પૈસા કમાવામાં અને માછલી અને બતક મારવામાં તેનો આખો દિવસ જાય છે તેથી સ્થિતિ સુધારવા વખત મળતો નથી. ખેડુતનું કામ પણ તે જ કરે છે , આ પ્રમાણે મેહેનતના ઘટિત વિભાગ પાડેલા નથી, તેથી આવી દરિદ્ર અવસ્થામાં તેઓને રહેવું પડે છે. શિયાળામાં ઘર બહાર નીકળી શકાય તેમ નથી તેથી આ જુજ આવકમાંથી પણ તેઓને તે ચાર માસના