પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગુજરાન માટે કાંઇક બચાવવું પડે છે. હવે, તેઓની સ્થિતિ ક્યાંથી સારી હોય ? તોપણ લાટુદના ઊંદરની માફક હવે ધીમે ધીમે બહારની સુધરેલી પ્રજાની સાથે પ્રસંગમાં પડવા લાગ્યા છે તેથી સુધર્યા છે, અને જેમ જેમ વધારે મળશે તેમ તેમ વધારે સુધારો થશે. થોડા વખતમાં એ પણ આપણી બરાબરીમાં આવી જશે કેમકે આપણાં કરતાં એ વધારે ઝડપથી આગળ વધે છે. રાજાની જીભ તે જ ન્યાય, અને પંડિતનો હુકમ તેજ ઈશ્વરની આજ્ઞા, એવું હવે નથી. એક સભા ધારા બાંધે છે, અને અમલમાં લાવે છે તો પણ અજ્ઞાન લોકો બિચારા આ સુધારાથી અજાણ્યા છે. અગાડીના સજડ મારની કળ હજુ ઉતરી નથી, તેઓની ફરિયાદ કોઈ સાંભળશે કે નહિ, તેની તેઓને ખાત્રી નથી. "ચોર શાહુકારને દંડે" એવી ધાસ્તી, નિરંતર મનમાં રહ્યા કરે છે, તેથી માથું ઉપાડવા હિમ્મત ધરી શકતા નથી. કાશ્મિર, એક કુદરતી વાડી છે પણ તેની જરાપણ સંભાળ લેવાતી નથી. નહિ તો ઝાડપરથી સોનું ઉતરે તેવું છે. ઈટાલીના પ્રદેશો કરતાં હજારગણો ફળદ્રુપ છે. ખરું જોતાં આ સ્વર્ગનો દરેક ડુંગર સોનાનોજ બનેલો છે અથવા સુવર્ણની બીજી ગુપ્ત લંકા છે પણ તેના પર વિભીષણ જેવો રાજા જોઇએ જેથી રામની કૃપા થાય.

૯. જોકે મુસલમાની વસ્તી ઘણું કરી ભલી અને ભોળી છે તો પણ નીતિ અને શીલની ઘણીજ ખામી છે. તેનો બોધ હજી થયો નથી, તેના ફાયદા હજી જણાયા નથી તેથી પશુ જેવી અવસ્થા રહી ગઈ છે.

૧૦. પંડિતાણીઓ ઝીણા અક્ષરથી અંગુઠાના નખ જેવડી નાની ગીતા લખે છે, પણ આવાં અને એવાંજ બીજાં કામ હજી થોડીજ સ્ત્રીઓ કરે છે. પુરૂષની કેળવણી માટે હજી સારી ગોઠવણ નથી તો સ્ત્રીની વાતજ શા માટે કરવી? બાળક જન્મ્યું કે હલેસાં અને કિસ્તીની સોબત થાય છે, બેસારૂને ખુશ કરવા મા બાપ પાસેથી હિંદુસ્તાની શૃંગારનાં ગીત શીખે છે અને તે ગાયા કરે છે. જરા