પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મોટાં થયાં એટલે ચાકરી કરવા એની મેળે શીખી જાય છે અને પછી કિસ્તીનું કામ શીખે છે. આ પ્રમાણે આ માણસોનું જીવિતનું રહસ્ય માત્ર વૈતરૂં કરી પેટ પૂરતું કમાવું તેટલું જ છે.

૧૧. વેપારીના દીકરા વેપારમાં ગુંથાય છે અને થોડું ઘણું ભણે છે, પણ એટલી વિદ્યાથી તેઓને થોડોજ લાભ મળે છે. પંડિતો આ મુસલમાનો કરતાં વધારે ભણેલા હોય છે, અને પોતાની દિનપ્રતિદિન ઓછી થતી સત્તાને પરાણે ખેંચી રાખવા વ્યર્થ પ્રયત્ન કર્યા કરે છે. આખા કાશ્મીરમાં જો કોઈ વિદ્વાન્‌ માણસ ગોતવા બેસીએ તો માત્ર દશ પંદરજ જડશે. હવે ઇંગ્રેજી, સંસ્કૃત અને પર્શીયન નિશાળો સ્થાપન થયેલી છે તેમાં ઘણાં છોકરાં અભ્યાસ કરે છે અને તેથી ઘણું કરીને એક સૈકામાં સારો સુધારો થઈ જશે. નિશાળો પણ બીજા ઘર જેવીજ ગંદી રાખવામાં આવે છે તેથી સ્વચ્છતાની શીખામણ "પોથીમાંના રીંગણાં" જેવી થાય છે ; તો પણ કાશ્મીર અગાડી કરતાં ઘણું સુધરેલું છે અને હાલ છે તેથી થોડાજ વખતમાં ઘણું સુધરી જશે તેમાં કોઈ શંકા નથી.


તા. ૯-૧૧-૯૧ :- રાત્રે સારી નિદ્રા લેવાથી પ્રભાતે વહેલાં ચાલ્યા જવાનું શરૂ કીધું. કાગા નીંદરના સુરસ્વપ્નો એક પછી એક ચાલ્યાં જવાં લાગ્યાં. કિસ્તી ચાલતી હતી. પાણીનો ખળખળાટ કાને પડતો હતો અને વળી કાંઇ સ્વપ્ન આવવાથી બંધ થ‌ઇ જતો હોય તેમ લાગતું હતું. ટાઢ સખત હતી અને ઉઠવાનું મન થતું નહતું, તેથી બધા સુતા છે કે કોઇ ઉઠ્યું છે તે જોઈ બધાને સુતેલા દેખી આંખો મીચી જતા હતા, પણ થોડી વારમાં પાટીયાંપર પથારી કરી સુતા હતા તેથી પડખાં તપવા લાગ્યાં, કાગડાના અવાજો કાને પડવા લાગ્યા અને નિદ્રા બિલકૂલ જતી રહી તેથી એક માંજીને, "સગડી તૈયાર કર" એમ કહી પથારીમાં જ બેસી ગરમ કપડાં પહેરવા લાગ્યા અને સગડી તૈયાર થ‌ઇ એટલે બહાર નાના તુતક પર જ‌ઇને બેઠા. શ્રીનગરને