પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૩. કોહાલાગામ અર્ધું કાશ્મીરની હદમાં છે અને અર્ધું પંજાબની હદમાં આવેલું છે. વચમાં એક ઝૂલાપૂલ આવેલો છે. આ પૂલ ઉપર ઊભા રહી નીચે વહી જતું જેલમનું પાણી નીહાળવા જેવું છે. કાચનો રસ વહી જતો હોય તેવોજ આબેહૂબ આભાસ થાય છે. કેમકે આટલા ભાગમાં પથ્થર ન હોવાથી પાણી ઉછળતું નથી અને તેથી ફીણ દેખાતાં નથી, પણ નિર્મળ જળ એકસરખું સરખી સપાટીમાં ઝપાટાબંધ ચાલ્યું જાય છે; કાશ્મીર અને પંજાબની હદવચ્ચે પાટીયાં જાણે છોકરાંને રમવાનાં નાનાં વહાણ હોય અને જાણે ફૂંકથી ચાલ્યાં જતાં હોય અથવા કાચ પરથી લપસી પડતાં હોય તેવાં દેખાય છે. આ પૂલ પર એક વખતે એકથી વધારે ગાડી ચલાવવાનો હુકમ નથી અને દરેક ગાડી, એક્કા, ખચ્ચર , પોઠીયા અને કરાંચી માટે દાણ તરીકે અમુક રકમ આપવી પડે છે. પૂલને બન્ને છેડે અકેકી કોટડી છે તેમાં સીપાઇઓ દિવસ આખો રહે છે.

૧૪. આ પૂલ ઓળંગ્યો. કાશ્મીર છોડ્યું પણ તેનું સૌંદર્ય અને શીતલતા હજી તજ્યાં નહોતાં. તેની શીતલતા અને આંખ આગળથી સૌન્દર્ય પણ તજવાનો વખત હવે નજદીક આવી ગયો; પણ હૃદયમાં ચીતરાઇ, જડાઇ અને કોતરાઇ ગયેલી છાપ હૃદયમાંથી કદાપિ યાવત્‌ચંદ્રદિવાકરૌ જીવવાનું હોય તોપણ કદી ભુંસાઇ, ઉખડી અથવા ઘસાઈ જવાની નથી !

૧૫. સડક પર વેપારીઓની નાની દુકાનો, જ્યાં માત્ર લોટ, ઘી, મીઠાઇ, માંસ અને હાડકાં જ દેખાતાં હતાં, તેની પાસે ગાડી ઊભી રહી. અહિંથી એક મોટો કેડી જેવો સડકની માફક જ બંધાયેલો રસ્તો