પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અગ્નિ બળે, ચક્કર અને અંધારા આવે, પણ કરવું શું ? આખરે ફગવાડી નામનું મોટું શહેર નજરે પડ્યું ! ત્યાં જમવાની વસ્તુ સીવાઇ બીજું બધું મળતું હતું.! શોધી શોધી થાક્યા ત્યારે ગોળની રેવડી અને મકાઈના ડોડા મળ્યા, પણ :ભુખ ન જાણે ઠંડો ભાત," આ કહેવત પ્રમાણે ઇશ્વરે આપેલાં તે ડોડા અને રેવડી અમને સુદામાના તાંદુલ જેવાં મીઠાં લાગ્યાં અને તે મળ્યાં તેટલાં ખાધાં. પેટમાં ખાડો રહેવાથી ચા માટે દૂધ ગોત્યું પણ તે ત્રણ ઝુંપડાંના શહેરમાં ક્યાંથી ? તેથી પાણી પી ટાઢું પેટ કરી અગાડી ચાલ્યા. ઠીક ! મરીહીલથી જમણની આશાએ મોડા ચાલ્યા, રસ્તામાં ચાલવું પડતું હતું અને ફગવાડીમાં ડોડા ફાક્યા તેથી કોહાલે અંધારી રાતે ઘણા મોડા પહોંચ્યા. જવું ક્યાં ? જમવું ક્યાં ? સૂવું ક્યાં ? ગાડી નીચે ઉતરી, લબાચા ગાડીમાં જ રાખી અમે વેપારીઓને પૂછતા પૂછતા અંધારામાં ઠેશો ખાતાં, લાકડીને ટેકે ટેકે, "ખાનસામા, ખાનસામા", એમ મોટેથી સાદ કરતા, ડાકબંગલે આવી પહોંચ્યા અને આરામખુરશી પર પડ્યા, " મામા, ખાવાનું ગોતો, પેટની પૂજા વિના ઊંઘ આવવાની નથી. " એમ મેં કહ્યું, એટલે "ઠીક બાપુ" કહી તે નીચે ઉતર્યા, થોડા વખતમાં પાછા આવ્યા અને કહ્યું કે, એક મોદી ગોત્યો છે તે રાંધે છે." તે પાછા ગયા અને અરધી કલાક પછી એક થાળીમાં જમવાનું લઈ આવ્યા. થાળીમાં શું હતું ? ઉધરસનાં માબાપ ! ખોરાં ભજીયાં, બીજું કડવી પણ સાકર જેવી રોટલીઓ, આલુ (પટેટા)નું કાચું શાક અને નાખનું ખારું અથાણું ખૂબ ખાધું ! "શાંતિ :" ! મામા વળી માંકડના લશ્કરો સહિત ત્રણ ખાટલા ઉપાડી લાવ્યા. "જો ભુખ ન જાણે ઠંડો ભાત તો ઉંધ ન જાણે તુટી (અને માંકડવાળી) ખાટ", ક્યાંથી જાણે ? ઘસઘસાટ ઊંઘી ગયા.

૨૩. સવાર થયું, ચાલવાની તૈયારી કરી. એકા અને ગાડીમાં સામાન ભર્યો., ચા પીધો, પણ આકાશ વાદળથી છવાઈ ગયું. જેલમના પાણીની સપાટી પર , ડુંગર ઉપર અને દરેક ખીણમાં કાળાં ઘટ વાદળાં આમતેમ