પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ડાંડી લેવા મોકલ્યો. ડાંડી એ એક જાતની ડોળી છે, તેમાં એક માણસ બેસે છે અને ચાર માણસ તેને ઉપાડે છે. બેસવાને માટે ખુરસી ગોઠવેલી હોય છે. તેનો આકાર નાની હોડી જેવો હોય છે.

૯. ડાંડીઓ આવી, પાછળ રહેલા એક્કામાંના કેટલાક આવી પહોંચ્યા, કાગળ બંધ કર્યો, ફરવા જવાની તૈયારી કરી.

૧૦. અકેકી ડાંડીમાં અકેક જણ બેસી ગયા કે તુરતજ ઉપાડ્યા. "રામ બોલો ભાઈ રામ." આ ડાંડી ઉચકનારા મીયાનાવાળાની માફક બુમો પાડતા ચાલતા નથી. લંગોટી સિવાય બીજાં કપડાં ભાગ્યેજ શરીર પર હોય છે, છતાં નેણ સુધી વાળનાં પટિયાં પાડેલાં હોય છે. સૌંદર્ય જે પોતાને થોડું જ ઉપયોગી છે તેને મેળવવા માણસ કેટલાં મથે છે! આ પટીયાં પાડવાને બદલે જો આ માણસો દરરોજ નહાતાં હોય તો કેટલું સારૂં.

૧૧. ડાંડીવાળા ઉંચી ચડતી સડક પર ચાલ્યા જતા હતા. ઉપર બેઠેલા માણસે આમ તેમ હલવું જોઈએ નહિ, નહિતો તેને નીચે પડવું પડે, તેવી ડાંડીની ગોઠવણ છે. અમે જહાંગીરની દુકાને ગયા. ત્યાં કેટલોક સામાન જોયા પછી એક તસ્વીર પાડનારને ત્યાં ગયા, કેમકે અમારે કાશ્મીરી સ્થિતિની એક તસવીર પડાવવી હતી. તે દુકાનેથી ઝાડીમાં ફરતા ફરતા અમે પાછા ડાક બંગલે આવ્યા.

૧૨. સાંજ પડી ગ‌ઇ, પર્વતો ચોતરફ લાલાશવાળા થ‌ઇ ગયા, બરફના પહાડ ગુલાબી દીસવા લાગ્યા, વાળુ કર્યું. અમારો એક માણસ અને એક્કો પાછળ રહી ગયા, તેનું શું થયું? રાત થઈ ગઈ તોપણ તે આવ્યા નહિ. સવારે ચાલવું જોઈએ, તેના વિના તસવીર ન પડાવાય, કેમકે તે પણ કાશ્મીરમાં સાથે હતો.

૧૩. તે માણસનું શું થયું તે હજી કોઈ જાણતું નહોતું. અમે તો સુઇ ગયા. તેને ગોતવા માણસ મોકલત પણ રાતે અંધારામાં આવા જંગલોમાં અને પર્વતોમાં તેને ગોતવા કોઈને મોકલતાં "લેને ગ‌ઇ પૂત ઓર ખો બેઠી ખસમ" જેવું થવાની ધાસ્તી રહેતી હતી. સગડી