પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બળ્યા કરતી હતી, કમાડ બંધ હતા અને શાલ ધડકી અને ધુસા, દરેકે સારી રીતે ઓઢ્યાં હતાં તોપણ પડખું ફેરવવાનું મન થતું નહોતું.

૧૪. શ્રીનગર જતી વખતે આ મરી હિલપર શું થયું હતું તે લખું : અમે ત્રણ વાગે મસુરી પહોંચ્યા નહતા. સનિબેંક પાસેના ડાક બંગલામાં ઉતારો નહોતો. હવા પણ આ વખતના જેવી સૂકી નહતી. દિવસ પણ આવો ચોખ્ખો નહતો. દરેક જોઈતી વસ્તુ આ વખતની માફક હાજર નહોતી. રાતના સાત વાગે સનિબેંક પાસે ગાડી પહોંચી. રાવલપિંડીના એક વહોરા શેઠ મામુજીએ માઉન્ટપ્લેઝંટ (આનંદ ટેકરી) પર પોતાની કોઠીમાં અમારે માટે ઉતારાનો બંદોબસ્ત કરાવ્યો હતો. ડાક બંગલાથી તો અમે અજાણ્યા હતા અને સનિબેંકમાં એં સિવાય બીજી રહેવાની સોઇ નથી તેથી માઉંટપ્લેઝંટ પર ગયા વિના છૂટકો ન મળે. સનિબેંકથી માઊંન્ટપ્લેઝંટ ક‌ઇ દિશામાં આવ્યો ? કેટલે દૂર છે ? ક્યો રસ્તો ? તે અમે જાણતા નહોતા. મજુર અથવા ગાડું આસપાસ ક્યાંઇ ન મળે. ગાડીને ઉપર જવા હુકમ નથી અને હોય તોપણ ઘોડા થાકીને લોથ થઈ ગયા હતા, કેમકે રાવલપિંડી અને મસુરી વચમાં એ જોડ બદલવાની હતી પણ નવી જોડમાંથી એકે ઘોડો એક ડગલું પણ અગાડી ચાલ્યો નહિ, તેથી આ ઘોડાને જ એ ચાળીશ માઈલનો ટપ્પો ભરવો પડ્યો હતો. ખરેખાત, ધન્ય છે એ ઘોડાને. તેને તો વિસામો આપવો જ જોઈએ. કોચમેનને કહી દીધું કે 'અમારી ફિકર નહિ, ઘોડા છોડી નાખો.' ટાઢ સખત પડતી હતી. વાદળા પર્વત આસપાસ અને ઉપર છવાઇ ગયાં હતાં. ધુમ્મસ પણ આવી પહોંચી હતી. કોઇ કોઇ તારો ઝાંખો ચળકતો નજરે પડતો હતો. પર્વત અને ઝાડ એક રૂપ થ‌ઇ ગયાં હોય તેમ ભાસતું હતું. આગલે દિવસે સખત વરસાદ પડ્યો હતો અને આજ પણ પડશે એમ લાગતું હતું. દેડકાં ચોતરફ ડ્રાં ડ્રાં કરતાં હતાં. તમરાંનો છીનકાર જામી ગયો હતો. અમે રાવલપિંડી છોડ્યું ત્યાર