પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨. રાત વીતી ગઈ પણ પાછળ રહેલો માણસ હજી આવ્યો નહિ ! ચા પી લીધો અને ડાંડીમાં બેસી તસવીર પાડનારને બંગલે ગયા. તસવીર પડાવશું નહિ એમ કહી કાશ્મિરના કેટલાક સુંદર દેખાવોની તસવીરો લેઈ પાછા ઉતારે આવ્યા. ઇશ્વરની મોટી કૃપા ! પાછળ રહેલો માણસ આવી પહોંચ્યો પણ તેના કપાળમાં એક મોટું તાજું પડેલું પાઠું હતું ! આ શું ? તે બિચારે કહ્યું કે "મરી આવતાં હું તો મરી જાત. મારા એક્કાનો પુલ તુટી ગયો, હું ખાઇમાં પડત પણ જરા જમણી તરફ પડ્યો. મારા અને કોચમેનના માથામાં વાગ્યું છે. મારાં હાડકે હાડકાં કળે છે, એક્કો સમો કરાવી તુરત હું ચાલી નીકળ્યો અને હમણાં જ અહીં આવી પહોંચ્યો છું. એક્કાવાળાએ અથવા મેં કાંઈ ખાધું નથી." "ઠીક ભાઈ, સારૂં થયું તું બચ્યો. તમે બંન્ને ખાઈને રાવળપિંડી જજો. સંભાળીને ચાલજો ઉતાવળ કરવાની કશી જરૂર નથી. રસ્તો ઘણો ખરાબ છે." એમ તેઓને કહી ગાડીમાં બેસી રાવળપિંડી તરફ અમે રવાના થયા.

૩. હવે ઢોળાવ ઘણો આવ્યો. ગાડીને બ્રેક નહોતી તેથી પાછલે પઇડે એક લાંબો લાકડાનો ધોકો બાંધ્યો હતો, પઈ સાથે આ ઘસાતો હતો, તેથી ચડુડુડુ અવાજ થતો જતો હતો. સડક આમતેમ વળતી ત્યારે ગાડી પડી જવાની ધાસ્તી રહેતી હતી. અહો ! સાત હજાર ફીટની ઊંડી ખાઈમાં પડવું ! પછી જીવવાની આશા રાખવી એજ મૂર્ખાઇ. "આસ્તે આસ્તે ચલાઓ, સંભાલો, યુ મેન, આસ્તે, આસ્તે." એમ બુમો પાડી અમારા કોચમેનસાહેબને અમે શીખામણ આપતા જતા હતા અને કાળજું તો ફડફડી જતું હતું, પણ બીચારો કોચમેન કરે શું ? તે તો તેનાથી ખેંચાય તેટલી લગામ ખેંચતો હતો. ખાસદારને પાછલી લાકડીની વિચિત્ર બ્રેકપર ઉભો રાખ્યો હતો, જેથી પઇ વધારે ઘસાય તો પણ ઢોળાવ એટલો હતો કે ગાડી રડી જતી હતી ઘણી વખત અમે ઉતરી જતા હતા અને ગાડી ધીમી પડે ત્યારે દોડીને ચડી જતા હતા. એક વખત એક સાંકડું વાળવાનું