પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થયું હતું અને આ લખતાં પણ તેજ વખત જેવું નિષ્કારણ દુઃખ થાય છે. ઇશ્વર તેનાં એક વખત ફરી દર્શન આપો. તથાસ્તુ.

૭. કાશ્મીરના છેલ્લા રમણીય દેખાવો જોતા જોતા આતુર મને અમે છત્તર આવી પહોંચ્યા. ત્યાં કાશ્મીરની ઠંડી નથી, ત્યાં ડુંગર નથી, ત્યાં બરફ નથી, ત્યાં ઝાડી નથી, ત્યાં કુંજો નથી, ત્યાં ઝરણ નથી, ત્યાં ખળખળીયાં નથી, ત્યાં નાળાં નથી, ત્યાં ખીણો નથી. નથી તે ખુબસુરતી, નથી તે રમણીયતા, નથી તે ભવ્યતા, નથી ત્યાં મનોહર વેલી, કુદરતી બગીચા, લીલી જમીન, કાળાં અને નવરંગી વાદળાં ;-તેતો હવે ગયાં, હવે તે સ્વર્ગ છોડ્યું, હવે તે સુખ ખોયું, હવે તે આનંદ ગયો, તે ખુબી સ્વપ્નામાંજ જોવાના, તે પક્ષીઓનાં તે મધુર ગીત તો હવે નિદ્રામાંજ કાને પડશે. જેલમ નદીની તે ગર્જના હવે સ્વપ્નામાંજ સંભળાશે. સ્વપ્નામાંજ હવે સરોની ઘુઘવતી ઘટા દેખાશે અને સંભળાશે. સ્વપ્નામાંજ હવે તે ડાલલેક, તે તખ્ત સુલેમાન, તે વુલરલેક, તે નદીનાળાં, તે ફલફૂલ અને તે વનસ્પતિ દર્શન દેશે ! રોઊં તોપણ શું ?

૮. છત્તરમાં એક સુંદર બગીચો છે. તે કાશ્મીરી સૌંદર્યની શેષ છે. કાશ્મીરી રમણીયતાની છાયા છે. કાશ્મીરી દેખાવનું એક બગડેલું ચિત્ર છે. શીત કટિબંધમાંથી ઊંચકીને અમને જાણે ઉષ્ણ કટિબંધમાં નાખ્યા હોય તેવું થયું. શરીર બળવા લાગ્યાં. ગરમીથી ચહેરા લાલચોલ થ‌ઇ ગયા. મધ્યાન્હ સમય થ‌ઇ ગયો હતો. કોઇ હાલતું ચાલતું નહતું. કોઇ બોલતું નહતું, શ્રાવણની મેઘલી રાત જેવું મૌન સર્વ વ્યાપક થ‌ઇ ગયું હતું. પવન જ હલતો અને ખડખડાટ કરતો હતો. એક સુંદર સુગંધી વૃક્ષ નીચે ખાટલો નખાવી અમે પડ્યા. જરા દૂર એક પાણીનું ઝરણ વહેતું હતું તેમાં અમારા માણસો ખુશી થ‌ઇ થ‌ઇ નહાતા હતા. રસોડું પણ એક ઝાડ તળેજ કર્યું હતું. કાશ્મીરની મુસાફરી હવે સહીસલામત પૂરી થ‌ઇ તેથી આ પણ એક ઉત્સવનો દિવસ હતો પણ સ્વર્ગ છોડતાં કોને