પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દુઃખ ન થાય ?

૯. રસોડું તૈયાર હશે એમ અમે ધાર્યું હતું તેથી લુલા વશરામ ખવાસને બોલાવી કહ્યું કે "કેમ થાળીને કેટલી વાર છે ?" તેણે કહ્યું, "સાહેબ, તૈયાર નથી. લાખો હમણાં જ આવ્યો." મેં પૂછ્યું "કેમ ?" તેણે કહ્યું "ભેંસાં એકાવાળો એવો ડર કે એકો ઉંધો નાખ્યો અને લાખો પડ્યો." ગીગાભાઈ અને હું વાતો કરવા લાગ્યા. લાખો રસોઈઓ રાંધતો હતો ત્યાં વશરામ ખવાસ ગયા અને પોતે પણ પડ્યા હતા તેથી આવેશમાં આવી જઈ ઉસમાન સાથે વાતો કરવા લાગ્યા - "એકાવાલા એડા ખરાબ જે એકા ધર્સીતા એ ત્રે માડુ છણ્યાપેં. ઓ એડા ખરાબ અઈં કે કેજીંગ ટંગબાં જુરીધાં" ઊસમાન બોલી ઉઠ્યો "ઈ ગાલ ખરી આય મુકે ફગાયો એટસે મૂંજોય મથ્યો ફાટી વિયો. નેર વસરામ, લાખો હેરપિયો. તેજીટંગ મોરડાજી પ‌ઇ." "ભેંસાં એકેવાલા ઢીંય આયનાં."

૧૦. અમારૂં ધ્યાન આ ગમતીવાતો તરફ ગયું અને ભાઇએ વશરામને પુછ્યું "શું વાતો થાય છે ?" તેણે કહ્યું : "સાહેબ લાખો પડી ગયો ! અરે તે ખાઈમાં જાત, માંડ બચ્યો. ભગવાનજી કિરપા આય કે બચ્ચિવીયો." ભાઇએ કહ્યું : "તમારા પગને અને ઉસ્માનના માથાને કેમ છે ?" વશરામે જવાબ દીધો કે "અમારૂં મ પૂછો. બિચારા લાખાજો જીવ બચ્યો એજ ઠીક ગાલ થ‌ઇ." ભાઇએ કહ્યું "હવે ફીકર નથી બે કલાકનો રસ્તો છે."

૧૧. આ બિચારા માણસો આમ બમો પાડે તેમાં તેઓનો થોડો જ દોષ છે. કાશ્મીરના રસ્તા અને કાશ્મીરી એકાવાળાં માણસોના જીવ લે તેવા જ છે. અમારાં માણસો માથે કાશ્મીરમાં ઘણી વીતી ગ‌ઇ છે. તેઓનાં હાડકાં પાંસળાં ઇશ્વર કૃપાથી જ સાજાં રહ્યાં છે. કાશ્મીરની સડક તો બધી ભરી લીધી છે, પણ ખાઇ ભરવા કોઇ ન ગયો એ ઘણું સારૂં થયું. અમારૂં એક્કેએક માણસ પડ્યું હતું અને દરેકને શેક કરવો પડ્યો છે. દરેક એકો તૂટ્યો, ભાંગ્યો અથવા પડ્યો છે. એકે