પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૬. અમારી કાશ્મીરની ટુંકી મુસાફરી ઇશ્વર કૃપાથી ખુશી આનંદમાં પુરી થ‌ઇ.

૧૭. કાશ્મીર એ સ્વર્ગ છે અને ત્યાં જવું એ મુશ્કેલ પણ છે. દેશનું યથાસ્થિત વર્ણન લખવું એ એક કવિનું કામ છે. તે કૈલાસ એવું છે કે ગમે તેવો કવિ તેને માટે ગમે તેવાં વિશેષણો અને ગમે તેવા અલંકારો લખે તો પણ તેમાં અતિશ્યોક્તિ થવાની જ નથી.

૧૮. મેં કાશ્મીરની રમણીયતા અને મુશ્કેલી એ બંને થોડાં લખ્યાં છે. સૌંદર્ય વાંચનારને તે દેશ જોવાનું વખતે મન થશે ; પણ બધા માણસોને સૃષ્ટિ સૌંદર્યનું અવલોકન કરવાનો સરખો શોખ હોતો નથી; તે મુશ્કેલીઓ તરફ ધ્યાન આપી વખતે તેનાથી દૂર જ રહેવાની પણ કેટલાએકને ઇચ્છા થશે તો મારે એટલું જ કહેવાનું છે કે :

૧૯. મૃત્યુ સર્વ વ્યાપક છે ; ડુંગરપર કે ખેતરમાં, ભોંયરામાં કે ઘરમાં; જંગલમાં કે મહેલમાં, કિલ્લામાં કે અગાશી ઊપર મૃત્યુને જવામાં જરા વાર લાગતી નથી, તેનાથી નાસવું, એ તેની પાસે જવા જેવું જ છે. તેણે કોઇને છોડ્યો નથી, તે કોઇને છોડવાનું નથી. હજારો તરવારોની વચમાં થઇને મહાન રાજાને તેમજ ચોમાસામાં પલળતા પથરા પર પડેલા ભરવાડને તે સરખી રીતે જ ઝડપી જાય છે, માટે બીવાનું નથી. કોઇ એમ કહેશે કે, સરપના મ્હોંમાં વગર કારણે હાથ શામાટે નાખવો ? જો વગર કારણે હોય તો આમ કહેવું યોગ્ય છે. પણ મુસાફરી કરવી એ કેટલું જરૂરનું છે તે સૌ જાણે છે. મુસાફરીમાં પણ કુદરતી લીલાનું અવલોકન કરવું એ કેવું ઉત્તમ છે ! કુદરતી લીલા જોવાનાં સ્થાનો માત્ર પર્વતો જ છે એમ નથી પણ પર્વતોમાં કુદરતી લીલાનો સૌથી મોટો અંશ રહેલો છે, કેમકે પાણી અને ગરમી ત્યાં પુષ્કળ હોય છે તેથી વનસ્પતિ ઘણીજ સારી નીપજે છે. વનસ્પતિ સિવાય પર્વતોની ગોઠવણ પણ મનોરંજક અને રસિક હોય છે. ઊષ્ણ દેશમાં રહેનારાને પર્વતો સિવાય બીજે ક્યાંઇ બરફ જોવાની તક મળતી નથી. બરફ જોવો અને તપાસવો એ