પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ દ્રષ્ટિએ અસ્પૃશ્યતાને નિહાળતાં તેને દૂર કરવામાં જે ઐહિક કે રાજનૈતિક પરિણામો કહ્યાં છે તેને વ્રતધારી તુચ્છ ગણશે. તે કે તેવું પરિણામ આવો અથવા ન આવો, છતાં અસ્પૃશ્યતાનિવારણને વ્રતરૂપે આચરનાર ધર્મ સમજી અસ્પૃશ્ય ગણાતાંને અપનાવશે. સત્યાદિ આચરતાં આપણે ઐહિક પરિણામનો વિચાર ન કરીએ. સત્યાચરણ તે વ્રતધારી સારું એક યુક્તિ નથી, એ તો તેના દેહની સાથે જોડાયેલી વસ્તુ છે, તેનો સ્વભાવ છે; તેમાં અસ્પૃશ્યતાનિવારણ તે વ્રતધારીને છે. આ અસ્પૃશ્યતાનું મહત્ત્વ સમજાયા પછી આપણને માલૂમ પડશે કે એ સડો કેવળ ઢેડભંગી ગણાતાં વિષે જ દાખલા થઈ ગયો છે એમ નથી. સડાનો સ્વાભાવા છે કે પ્રથમ રાઈના દાણા જેટલો લાગે છે, પછી પહાડનું સ્વરૂપ પકડે છે, ને છેવટે જેમાં પ્રવેશ કરે છે તેનો નાશ કરતો રહે છે; તેમ અસ્પૃશ્યતાનું છે. આ આભડછેટ વિધર્મી પ્રત્યે આવી છે, અન્ય સંપ્રદાયો પ્રત્યે આવી છે, એક જ સંપ્રદાયની વચ્ચે પણ પેસી ગઈ છે, તે એટલે સુધી કે કેટલાક તો અસ્પૃશ્યતાને પાળતાપાળતા પૃથ્વી ઉપર ભારરૂપ થઈ પડ્યા છે. પોતાનું જ સાંભળતા, પોતાને પંપાળતા, નહાતાંધોતાં, ખાતાંપીતાં નવરા જ થતા નથી, ઈશ્વરને નીં ઈશ્વરને ભૂલી પોતાને પૂજાતા થઈ ગયા છે. એટલે અસ્પૃશ્યતાનિવારણ કરનાર ઢેડભંગીને અપનાવીને સંતોષ નહિ માને: તે જીવમાત્રને પોતામાં નહિ જુએ ને પોતાને જીવમાત્રમાં નહિ હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહિ. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગતમાત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું. આમ જોતાં અસ્પૃશ્યતાનિવારણ અહિંસાની જોડી બની જાય છે ને વસ્તુતઃ છે જ. અહિંસા