પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નમ્રતા છાની નથી રહેતી. છતાં નમ્ર મનુષ્ય પોતે તે દેખી શક્તો નથી. વસિષ્ઠવિશ્વામિત્રનો દાખલો તો આપણે ઘણીવાર આશ્રમમાં સમજી ગયા છીએ. આપણી નમ્રતા શૂન્યતા લગી જવી જોઈએ. આપણે કઈંક છીએ એમ મનમાં ભૂત ભરાયું એટલે નમ્રતા ઊડી ગઈ ને આપણાં બધાં વ્રતો રોળાઈ ગયાં. વ્રતપાલન કરનાર જો મનમાં પોતાના પાલનનો ગર્વ રાખે તો વ્રતોની કિંમત ખોઈ બેસે ને સમાજમાં વિષરૂપ થઈ પડે. તેન્બા વ્રતની કિંમત ન સમાજ કરે, ન પોતે તેનું ફળ ભોગવી શકે. નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય. વિચાર કરતાં માલૂમ પડી જાય એવું છે કે આ જગતમાં જીવમાત્ર એક રજકણ કરતાં પણ કંઈ નથી. શરીર રૂપે ક્ષણજીવી છીએ. કાળના અનંતચક્રમાં સો વર્ષનું પ્રમાણ કાઢી જ ન શકાય. પણ જો એ ચકરાવામાંથી નીકળી જઈએ - એટલે કઈં નથી થઈ જઈએ તો બધું થઈ જઈએ. કંઈ થયું એટલે ઈશ્વરથી - પરમાત્માથી, સત્યથી વિખૂટા થવું, કંઈ ટળી જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમં રહેલું બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે, પસ્ણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું ને પોતાપણાનો દાવો કરવા બેઠું એટલે તે તે જ ક્ષણે સુકાયું. આ જીવનને પાણીના પરપોટાની ઉપમા આપી છે એમાં હું મુદ્દલ અતિશયોક્તિ નથી જોતો. આવી નમ્રતા શૂન્યતા કેળવવાથી કેમ આવી શકે? પણ વ્રતોને ખરી રીતે સમજવાથી નમ્રતા પોતાની મેળે આવતી જાય છે. સત્યનું પાલન કરવા ઇચ્છનાર અહંકારી કેમ થઈ શકે ? બીજાને સારુ પ્રાણ પાથરનાર પોતાની જગા ક્યાં રોકવા જાય? તેણે તો પ્રાણ પાથરવાનો નિશ્વય કર્યો ત્યારે જ