પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાખ્યું છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમય જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂર્તિ અને ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યું એમ આપણે માનીએ તો તેમાં જરાસરખી પણ અતિશયોક્તિ છે ખરી ?

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
 


પહેલી આવૃત્તિનું નિવેદન

તા. ૨૨-૭-'૩૦ને દિવસે યરોડા જેલમાંથી આશ્રમ પર લખેલા પત્રમાં પૂજ્ય ગાંધીજીએ લખ્યું :

“.........ના કાગળમાં સૂચના છે કે મારે દર અઠવાડિયે કંઈક પ્રવચન પ્રાર્થના સમયે વાંચવા સારુ મોકલી દેવું. વિચાર કરતાં મને આ માગણી યોગ્ય લાગી છે. પ્રાર્થના સમયે કંઈક વધારે ચેતન રેડવામાં આ મારો ફાળો ગણજો.”

અને એ જ પત્ર સાથે સત્યવ્રતનું વ્યાખ્યાન મોકલી આપ્યું. તે પછી દર અઠવાડિયે એક પછી એક બીજાં વ્રતનાં વ્યાખ્યાન મોકલતા ગયા, તેનો આ સંગ્રહ છે.

સાબરમતી,
૯–૯–’૩૦
નારણદાસ ખુ. ગાંધી
મંત્રી,
ઉદ્યોગમંદિર