પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તીવ્ર પ્રેમ
૧૯૩
 


મહારાજે મક્કમપણે કહ્યું : “ભાઈઓ, હું ત્યાં આવ્યો જ નથી, ને હું કશો ચમત્કાર જાણતો નથી. હું પાણી ઉપર ચાલી શકું નહીં. તમને ભ્રમણા થઈ છે.”

એ કશું જ ન માનનારાં લોકો પગે લાગી પાછાં વળ્યાં. ને મહારાજના અકળાયેલા મનમાં લોકોની આ માન્યતાનો એક ખુલાસો છેવટે તો આટલો જ વસ્યો છે કે, 'અતિ તીવ્ર પ્રેમ અતિ ઉગ્ર અવસરમાં સામા માણસને આપણું આવું માનસિક દર્શન કરાવતો હોવો જોઈએ'.

તીવ્ર પ્રેમ.

આ આખા પુસ્તકનો સાર એમાં આવી રહે છે :

તીવ્ર પ્રેમ.