પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૫
અબોલડા

કોયલડી! ત્‍હારી મોરલી લલિત બ્‍હેનાં! છેડી જજે!
હીંચે - નમે તું બ્‍હેન! આંબલિયાની ડાળ જો!
કોયલડી! જ્‍હારી મોરલી લલિત બ્‍હેનાં ! છેડી જજે!

રંગ્યાં દિશાચિર વિધુની વિશુદ્ધિરંગે.
અર્ચા પ્રભાની અરચી દિનને દિનેશેઃ
નવગન્ધકોષ કંઇ ગન્ધવતી ઉઘાડેઃ
ઉઘાડીને ઘૂંઘટ ગાય, વસન્ત સખિ! પધારે.
કોયલડી! ત્‍હારી વેણુથી વસન્ત દેવી સત્કારજે!



કોયલડી! ત્‍હારા વનમાં પ્રભાત આજ ઊંડા ઉગે.
સોનારૂપાની મંહી રમતી રેખ અનન્ત જો!
લાંબી શિશિર તણી રજની વીરી! આજ ડૂબી જતી,
સાત્વિક પ્રકાશને પગલે પધારે વસન્ત જો!
મીઠડી
સાન્તવની
ભાગ્ય સમ સંજીવની
જગજ્જીવન મન્ત્ર શી ઉદ્ધારિણી
પ્રભુ-પ્રતીચી દિગ્ભુવન: સૌની પરમ કલ્યાણિની: