પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાત્ત્વિક પ્રકાશને પગલે પધારે વસન્ત જો !
કોયલડી! ત્‍હારી વેણુમાં વસન્ત દેવી સત્કારજે!


પડઘો ક્ય્હાં પડ્યો ? રસબાલ !
ભેદી ભીષણ જગના દુર્ગ અનિલ ક્ય્હાં આથડ્યો ? રસબાલ
ઉપર જ્યહાં અનહદ બાજે સાજ, ટુહુરગ ત્ય્હાં ચ્હડ્યો ?રસબાલ
પડઘો ક્યહાં પડ્યો? રસબાલ !

સંસ્કૃતિનાં સૈન્ય વ્યૂહો મંડાતાં,
યશકિરીટ ઈન્દ્ર પુષ્પ વધાવતા,
ગન્ધર્વ જયના ગાન નિજ વેણુ ભરી વાતા જાતા;

આછેરી પીંછીથી બ્રહ્માંડતીર્થ આલેખિયાં,
ઘૂમે પ્રશસ્ત તટે મન્દાકિનીનાં નીર જો!
સુરોઅસુરોની મેદની અખંડ ત્ય્હાં રાસે રમે,
નૃત્યનેતા અમીમોરલી હલકે સુધીર જો !
પદતાલી ભવ્ય ધમકે મહાગંભીર જો !
કોયલડી! ત્‍હારી વેણુથી અનેરી વેણ વાગે ત્ય્હાં:
કોયલડી! સહુ વેણુના વિલોલ શબ્દ જાગે ત્ય્હાં.

રમે રચે ચૌદ ભુવને દડે પરમ ભારતરણ અબધૂત કાહ
પડઘો ત્ય્હાં પડ્યો, રસબાલ !



ફૂલડાંની આંખોમાં વસન્ત! કાંઇ આંજ્યું ત્‍હમે,
આંજો જાદુગર આંજણ એ મુજ નેને જો!