પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મ્હેકતું,
મ્હેકાવતું,
પ્રાણને ચેતાવતું,
વિરલ સૌન્દર્યે કદિક તે ભાસતું,
પ્રિયનયનની કાન્તિમાં સ્થિર વાસતું,
સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસતું.

ફૂલડાંને ફૂલડાંને પગલે વસન્ત ! પધારજો!
આવ્યાં વને નો દેવિ! આવજો માનવ દેશ જો!
ચાંદા સૂરજ કેરી જ્યોતિ પામરીએ પરિમલે,
આપી જજો એ દેવપરિમલના આદેશ જો!
આવો, વસન્ત! પ્રાણઆંગણનાં આભ અમે વાળી લીધાં.


૫.

કોયલડી મ્હારે બારણે હા બ્હેન ! કાલ બોલી જજે !
કાલે મ્હારે ઘેર પ્રભુજીનાં વરદાન જો !
કાલે મ્હારે ઘેર વસન્ત દેવી મહેમાન જો !
કોયલડી ! ત્હારી મોરલીનાં વીંધ બ્હેન ! ખાલી જજે !
વીંધે-વીંધે તે હે વ્હાલમ કેરાં વેણુ જો !
વીંધે-વીંધે તે કહે વ્હાલમ કેરાં કહેણ જો !
કોયલડી ! મ્હારે બારણે વસન્તમન્ત્ર બોલી જજે !