પૃષ્ઠ:Pankaj.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા : ૧૫૯
 

પાસે જ બેઠી હતી. તેણે પૂછયું :

'પીયૂષ! ટીકા ન ગમી, ખરું ?'

'જરાય ચ નહિ.'

'હજી ન ટેવાયો?'

'ટેવ નથી પડતી.'

'હમણાં તું વર્તમાનપત્રો વાંચે જ નહિ તો કેવું?'

'તું કહીશ તેમ કરીશ.'

'હું જુલમી છું, ખરું !'

'હા.'

'કેમ ? શા ઉપરથી?'

'મારી નાને તેં ગણકારી જ નહિ.'

'એટલે ?'

'મેં ના કહી છતાં તેં લગ્ન કર્યા જ.'

'તને મારો અણગમો હતો ?'

'જરા ય નહિ.'

'મારી સાથેનાં લગ્નનો અણગમો હતો ?'

'ના.'

'ત્યારે ?'

'લગ્નથી તારી ટીકા થાય એ લગ્ન મુલતવી રખાયાં હોત તો આ ઝેર પીવું ન પડત ને ?'

'ઝેર ઢાળી નાખતાં તને આવડે છે. એ દિવસ તું ભૂલી ગયો?'

એ દિવસ વીણાથી તેમ જ પીયૂષથી ભુલાય એવો ન હતો. વીણા તે દિવસે પિતાની ઓરડીમાં ખુરશી ઉપર બેઠી બેઠી કાંઈ જોતી હતી. બારણું ખુલ્લું હતું, તેથી પીયૂષે ખબર આપ્યા વગર ઓરડીમાં ઉતાવળો પ્રવેશ કર્યો. વીણા ચમકી; તેણે હાથમાંની કોઈ વસ્તુ પોતાની બૅગ-ઝોળીમાં સંતાડી દીધી એવો પીયૂષને ભાસ થયો. વગર પરવાનગીએ પોતાની ઓરડીમાં ધસી આવેલા આશ્રિત સરખા પીયૂષને