પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કોમી એકતા

પછી થયેલી સર્વ પક્ષો વચ્ચેની સમજૂતીને બ્રિટિશ સરકાર માન્ય રાખશે. મિ.ઍમરીએ આ વાત સાચા દિલથી કરી છે કે નહીં તે વિશે શંકાકુશંકા કરવાની જરૂર રહેતી નથી કેમ કે, એ જાતની એકતા જો પ્રામાણિકપણે એટલે કે અહિંસા દ્વારા સધાય તો તે પછી થયેલી સમજૂતીની પોતાની અસલ તાકાત જ એવી થશે કે, સર્વ પક્ષોએ મળીને કરેલી માગણીનો સ્વીકાર કર્યા વિના કોઈનો છૂટકો નહીં થાય.

આથી ઊલટું હિંસા દ્વારા સિદ્ધ થયેલી સ્વતંત્રતાની કાલ્પનિક તો શું, સંપૂર્ણ કહી શકાય તેવી વ્યાખ્યાયે નથી. કેમ કે એ જાતની સ્વતંત્રતામાં રાષ્ટ્રનો જે પક્ષ હિંસાનાં સાધનોને સૌથી વધારે અસરકારક રીતે યોજી શકશે તેની દેશમાં હાક વાગશે, એ વાતનો સહેજે સમાવેશ થઈ જાય છે. એવા પૂર્ણ સ્વરાજમાં આર્થિક શું કે બીજી શું, કોઈ પણ પ્રકારની સંપૂર્ણ સમાનતાનો ખ્યાલ સરખો થઈ શકે તેવો નથી.

પરંતુ મારો આશય અત્યારે તો વાચકને એટલું જ ઠસાવવાનો છે કે, સ્વરાજ્યસ્થાપનાના અહિંસક પુરુષાર્થમાં રચનાત્મક કાર્યક્રમનો સમજીને અમલ કરવાની જરૂર છે; અને તેથી પૂર્ણ સ્વરાજની સિદ્ધિને માટે હિંસાનું સાધન જરાયે કામ આવે એવું નથી, એ મારી દલીલ તેણે સ્વીકારવાની જરૂર નથી. હિંસાની કોઈ યોજનામાં રાષ્ટ્રના રંકમાં રંક ઘટકની સ્વતંત્રતા પણ સમાવી શકાય એમ વાચકને માનવું હોય તો ખુશીથી માને; પણ તેની સાથે એટલું કબૂલ રાખવાનું બની શકતું હોય કે રચનાત્મક કાર્યક્રમનો બરાબર અમલ થાય તો તેમાંથી એ પ્રકારની સ્વતંત્રતા અચૂક નીપજે તો વાચકની સાથે તેની માન્યતા માટે મારે અત્યારે તકરાર કરવી નથી.

હવે આપણે રચનાત્મક કાર્યક્રમનાં જુદાં જુદાં અંગો તરફ વળીએ.

૧. કોમી એકતા

કોમી એકતાની જરૂર સૌ કોઈ સ્વીકારે છે. પણ બધા લોકોને હજી એટલી સમજ નથી પડી કે એકતાનો અર્થ કેવળ રાજકીય એકતા નથી. રાજકીય એકતા બળજબરીથી પણ લાદી શકાય. એકતાનો સાચો અર્થ છે દિલની તોડી તૂટે નહીં તેવી દોસ્તી. એવી