પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તે રીત સુખ સમજુ લહે, સર્વને સમજણ નાવે.
કર્માદિબલ ત્યાં લગી ખરું, હરિ જ્યાં લગી મન નાણે;
નહી તો કહે ઈશ્વર કૃપાકર વેદ શિદ વખાણે.
સૌ તજી હરિ શરણે પડ્યા તેનું સર્વ નિજ ઇચ્છાય;
ત્યમ નહીં જગતના જીવને કર્માદિ વશ કહેવાય.
સુખ દુઃખ હાનિ લાભાદિક, સહુ વણ કરે પણ થાય;
તે ચિંતા તજી ચાનક ધરી, ભજ દયા પ્રીતમ વ્રજરાય.

પદ ૯૯ મું

સુણ ગુરુ વાણી વદિયો શિષ્યજી, સહજ બને સહુ લખ્યું ભવિષ્યજી;
માટે કહો છો ફિકર વિસરવીજી, તદા ભજન ચિંતા શીદ ધરવીજી ?
તે પણ થાવાનું તે થાશેજી, લખ્યા પ્રમાણે ક્યમ ટળી જાશેજી;
સુણી એમ બોલ્યા શ્રીગુરુ વાણીજી, સત્ય કહી તેં વાત વખાણીજી.

ઢાળ

સાચી વખાણી વાત સાંભળ, કહું શંકા જાય,
સહુ લખ્યું ત્યમ હરિભજન નથી લખિયું કર્યેથી થાય.