પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩

ઉત્તર દિશા ભણી ફરી; રત્નનગરી એણી પાસ જ હતી, એ નગરીને અને માતાપિતાને સંભારતી રોવા લાગી અને ઓઠે આંગળી અરકાડી બેાલવા લાગી.–

“ઉત્તરમાં છે તમ વાસ, વ્હાલાં માત ને તાત !
“છેલા કરું છું પ્રણામ – છેલા કરું છું પ્રણામ !
“વ્હાલાં માતાપિતાને નમું !
“મ્હારા વ્હાલા ઓ તાત ! મ્હારા વ્હાલા ઓ તાત !
“છેલા કરું છું પ્રણામ ! છેલા કરું છું પ્રણામ !
“ધર્મધીર છો ! કુમુદને ભુલજો !
“મ્હારી વ્હાલી ઓ માત ! મ્હારી વ્હાલી ઓ માત !
હૈયું ફાટશે, ઓ માત ! હૈયું ફાટશે ઓ માત !
“ત્હારું સંભારી રાંક કુમુદને !
“માડી ! કરજે તું માફ! માડી ! ત્યજજે સંતાપ ।
“મ્હારો દુખીયારો બાપ, કુંળા હૈયાનો બાપ !
“મને ભુલી એને ધેર્ય આપજો !
“એકલી અ.. જાણી આજ, ભુલી ભટકતી આજ,
“મુકી માતાને તાત રોતાં હૈયા રે ફાટ !
“કુમુદ થાય છે જળશાયિની !
"મ્હારા વ્હાલા ઓ તાત ! મ્હારી વ્હાલી ઓ માત !
"આંસુ જશે ચોધાર, રોશે હૈયા રે ફાટ,
“મોઈ દીકરી ! બીજી વાર નહી મરે !
“માડી કરજે તું માફ ! માડી ! ત્યજજે સંતાપ !
“મ્હારો દુખીયારો બાપ ! કુંળા હૈયાનો બાપ !
“ભુલી દીકરી ભુલાઈ ના જશે !”

આટલું બોલતાં બોલતાં, રોતી, કકળતી, આંસુથી ન્હાતી, શરીરે શીત આવ્યાથી ધ્રુજતી, કુમુદ કીનારાના છાછર પાણીમાં પડી ગઈ અને પાણી ઉપર કેમળ કાયા અથડાયાથી સમુદ્રની છાલક ઉંચી ઉડી અને એ જડ જળનિધિને પણ દયા આવી હોય અને તેનાં આંસુ ચારે પાસ છંટાયાં હોય એમ થયું.

કુમુદ જાગી હોય તેમ પાણી વચ્ચે પાછી ઉભી થઈ અને, આંસુ લ્હોઇ,