પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


આવકાર આપતાં હતાં, અને મહેમાનો પણ આ સુખી કુટુમ્બને જોઇ આનંદ પામતા હતા. વસન્તલાલ બારણા પાસે જ ઉભો હતો. આવવામાં માત્ર અરવિન્દ આવ્યો, અને મીટીંગો, પાર્ટીઓને ધાંધલ માનનારો અરવિન્દ એકદમ બોલી ઉઠ્યો:

'વસન્તલાલ્ ! હું મોડો તો નથી ને? મહેમાનો વધારે લાગે છે. હું પછી મળવા આવું તો ? કોણ કોણ છે ?'

'ભલે! પછી આવવું હોય તો પછી આવજે, પણ લીલા આવી છે !'

લીલાનું નામ સાંભળતાં જ અરવિન્દ ઢીલો થઈ ગયો. પછી આવવાનું નામ જ ન લીધું. લીલાની ઘરની અંદરની છેલી મુલાકાત પછી–લીલાના ગંભીર મંદવાડ પછી-લીલાને આજ જ મળવાનું હતું. હવે શું કરવું ? રહેવું કે જવું ? લીલાએ ના પાડી હતી. લીલા ઉપર પોતાનો કાંઈજ હક નહોતો, છતાં લીલાના દર્શન કરવા, લીલાના દેદાર જેવા, લીલાની સાથે બને તો બે અક્ષર બોલવા અરવિન્દ તલપી રહ્યો હતો, અને ધબકતી છાતીએ, હમણા સામી લીલા મળશે એ બ્હીકે અંદર દાખલ થયો.

'અરવિન્દ ! હમણાં મહેમાન બહુ છે. તમારી મરજી હોય તો પછી આવજો, હમણાં જરૂર નથી. '

'બહુ સારું ! મ્હારે ચંદાને મળવું છે, ત્હમને નહી. '

'ચંદાને કે પછી ચંદાની બહેનને !'

અરવિન્દ અને વસન્તલાલ હૈોલમાં દાખલ થયા. ચક્રવાક પક્ષી ઝાડ ઉપર બેઠેલાં અસંખ્ય પક્ષીમાંથી પણ પ્રિય ચક્રવાકીની આંખો ખેાળી કહાડે છે તેમ હોલમાં બેઠેલા મંડળમાંથી વાયરલેસ ટેલીગ્રાફીની માફક અરવિન્દ લીલાને-લીલાની આંખોને–તે દ્વારા લીલાના હદયને ઓળખી કહાડયું.

લીલા–પ્રેમઘેલી–દુખી લીલા–મંદવાડ પછી વધારે નરમ થઈ