પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૧
મંડળ મળ્યું.


ગઈ હતી. એનું કુમળું હૃદય વધારે મૃદુ[૧] થયું હતું. અરવિન્દ ગામમાં છે–અહીં આવનાર છે–એ લીલા જાણતી નહોતી, અને ખંધી સ્નેહાળ ચંદાએ કહ્યું પણ નહોતું. વસન્તલાલની સાથે અરવિન્દને જોતાં જ લીલાની છાતીમાં અજબ ધબકારો થ્યો. એ ધબકારો પોતેજ સાંભળી શકી. ધબકારા સાથે ભૂજંગલાલ અને અરવિન્દ્રની મૂર્તિઓ ખડી થઈ. અરવિન્દને ના પાડેલી સ્થિતિ સાંભરી અને એની આંખમાં ઝળઝળીયાં આવ્યાં. અરવિન્દ અને ચંદાએ લીલાની સ્થિતિ જોઈ અરવિન્દ માનાપમાન ભૂલી જઈ, વિનય ખાતર નહી પણ એક મનુષ્ય તરીકે, પ્રભુ પ્રેમ ખાતર લીલા પાસે ગયો અને બોલ્યો, 'કેમ છે લીલા! તબીયત હવે તો સારી છે ને ?'

લીલાને અરવિન્દ્રના પ્રશ્ને, થોડા સમયથી વિસરાઈ ગયેલા અવાજે હૃદયમાં કાંઈ કાંઇ લાગણી ઉત્પન્ન કરી. અરવિન્દના ઉપર જે ભાવ અત્યારે થયો હતો, અરવિન્દ માટે જે પ્રેમ ઉત્પન્ન અત્યારે થયો હતો તેવો ભાવ, તેવો પ્રેમ લીલાને પહેલાં કદી થયો નહોતો.

'આપણે ઘણા દિવસે મળ્યાં. ત્હમે તો પછી મુંબાઈ આવ્યા નહિ.'

અરવિન્દ લીલાનું હૃદય સમજ્યો. લીલાની આંખમાં આંસુ હતાં, લીલાનું શરીર ધ્રુજતું હતું, એનાથી લાગણીના જોરે બરાબર બોલાતું નહિ. વસન્તલાલ, સુમનલાલ, ચંદાના મનમાં બીજા જ વિચાર ચાલતા હતા એટલે અરવિન્દ અને લીલાને સ્વતંત્ર રીતે વાત કરવામાં બહુ મુશ્કેલી નડી નહી. બારી પાસે ખુરસીમાં બેઠાં અને નાજુક વાત ચાલી. અરવિન્દ ખાનગી કામે મુંબઈ આવ્યો હતો, લીલા ગામમાં હોય તોએ ન મળવું એ નિશ્ચય કર્યો હતો, છતાં વસન્તલાલના આગ્રહથી જ આજ આવ્યો હતો, ત્યાં લીલા મળી ગઈ અને આજ નવી જ સૃષ્ટી ભાસી, જીવનમાં રસ પડવા લાગ્યો. લીલાની આશા બંધાઈ એટલું જ નહીં પણ જે લીલા અને પોતાની વચ્ચે


  1. ૧. નરમ.