પૃષ્ઠ:Van Vruksho.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તાડ

તાડ એ નાળિયેરી, ખજૂરી ને સોપારીની જાતનું ઝાડ છે એમ કહી શકાય. સોપારી ને નાળિયેરીની પેઠે તેનું થડ ઊંચું વધે છે ને માથે પાંદડાંનું છત્ર ઓઢે છે.

ડુંગરોની તળેટીમાં અને દરિયાને કિનારે તાડની શોભા દૂરથી સુંદર લાગે છે.

વેગથી જતી રેલવેમાં બેસીને જતાં દૂરથી નજીક આવતી તાડોની હાર આંખને જોવી ખરેખર ગમે છે.

તાડ જમીનથી જેટલો ઊંચો છે તેટલો જ જમીનમાં ઊંડો છે. તેનાં મૂળિયાં જમીનમાં ખૂબખૂબ ઊંડે જાય છે અને પવનના સપાટાઓ સામે તાડને ટટાર ઊભો રાખે છે.

તાડનું બી બહુ કઠણ હોય છે, ને વાવ્યા પછી એક વર્ષે ઊગીને તે પાંદડું કાઢે છે; એટલો બધો વખત તે જમીનમાં મૂળ નાખે છે.

તાડને તાડિયાં નામનાં ફળ આવે છે. તેની અંદરથી નીકળતા ગોળાને લોકો ખાય છે. આ ગોળાને તાડગોળ કહે છે. ખજૂરાંમાંથી કાઢવામાં આવે છે તેમ આમાંથી પણ તાડી કાઢવામાં આવે છે.

તાડ જેટલો ઊંચો છે, એટલાં ઊંચાં બીજાં ઝાડો છે ખરાં, પણ તાડની ઊંચાઈ બહાર પડી જાય છે કારણ કે તેને ડાળો નથી, માત્ર થડ જ છે. ઊંચા ને પાતળા એવા માણસને તાડનો ત્રીજો ભાગ કહેવાય છે. સાચેસાચ માણસ જો