પૃષ્ઠ:Van Vruksho.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે." મહુડાંનું ઝાડ જોવા ખાતર પણ તે ઊભા ન રહ્યા. આમ બિચારા મહુડાનો બહિષ્કાર કરવો ઠીક નથી. ઝાડોમાંનું એ પણ એક ઝાડ છે; બહિષ્કાર કરવો ઠીક નથી. ઝાડોમાંનું એ પણ એક ઝાડ છે; બહિષ્કાર કરવો હોય તો આપણે દારૂ બનાવનાર અને પીનારનો કરવો ઘટે છે.

ફરી ફરીને મને મારા ગામમાં દારૂની ભઠ્ઠી હતી, અને અમે ત્યાંથી નીકળતા ત્યારે નાક આગળ ડૂચો દેતા, તે યાદ આવે છે. પણ એ બહિષ્કાર પણ બરાબર ન કહેવાય. કેટલાએક લોકો કહે છે કે મહુડાનાં ઝાડોનો જ નાશ કરીએ; કેટલાએક ભઠ્ઠીઓને સળગાવી દેવાની વાત કરે છે; કેટલાએક કહે છે કે પીનારા અને પાનારાઓનોહ્રદય પલટો કરીએ. આ છેલ્લી રીત ગાંધીજીની છે અને તે સુંદર છે.

આપણને એમ લાગી જાય કે ત્યારે શું મહુડો માત્ર દારૂ માટે જ છે ? ના, મહુડાની પણ દવા બને છે. સૌથી સારી દવા એ છે કે એના ફળનાં બિયાં પાણીમાં ઘસીને આંજવાથી સાપનું ઝેર ઉતરી જાય છે.

વાત ધ્યાન ખેંચે એવી છે. એનો રસ પીવાની માણસને ઘેન ચડે છે અને એનાં બિયાં સાપનું ઘેર-ઝેર ઉતારે છે!