પૃષ્ઠ:Van Vruksho.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડાળીઓને પવનમાં નાચતી જોઈને નાનાં છોકરાંઓના પગ અને મોટાંઓનાં હૈયાં નાચવા લાગે છે.

લીલો બાવળ અત્યારે સૂતો છે; સાચે જ એ રાત્રે સૂઈ જાય છે ત્યારે એનાં પાંદડાં લજામણી જેમ બિડાઈ જાય છે; અને મા બાળકને પારણે ઝૂલાવે તેમ જ ફક્ત પવનની દોરીએ તે હળુ હળુ ઝૂલે છે.