પૃષ્ઠ:Van Vruksho.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુલબુલને પણ બાવળ ગમે છે. એમ તો એવું બહુ યે હશે. આપણે પક્ષીનું ક્યાં જાણીએ છીએ ?

અને આટલું બધું લખ્યું પણ એક વાત તો રહી જ ગઈ. બાવળનાં રોજ રોજ દાતણ કરીએ છીએ એ તો યાદ રહ્યું જ નહિ ! બાવળનું દાતણ બહુ સારું ગણાય છે. તે ચાવવાથી મોં, જીભ, ગળું સુંવાળું રહે છે ને તેનો કૂચો પોચો મજાનો થાય છે.

બાવળનું વાંકું વાઘરી નહિ બોલે; વાઘરીને તો એના ઉપર રોટલો છે.

હું આ લખું છું તે વખતે મારી પાસે બેઠેલો એક વૈદ કહે છે: "અરે! તમે બાવળની પાલી-પાંદડાની વાત તો ભૂલી જ ગયા ! માણસનું મોઢું આવે ત્યારે બાવળની પાલી મૂકવાથી મોઢું મટી જાય છે."

બાવળ વિષે ઘણું લખ્યું. હવે બસ.