પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૧૫
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? ૧૧૫ આપણે આપણી વાતોમાં આ જમાનાના અને આગામી જમાનાના આદર્શો ઘડવાની જરૂર છે. વાર્તાઓનું વસ્તુ એનું એ જ રાખી દૃષ્ટિબિંદુને વાર્તાનો કહેનાર ચાલાકીથી ફેરવી શકે છે. એ દષ્ટિબિંદુના ફે૨વવાની સાથે વાર્તાના આદર્શની દિશા સહેલાઈથી બદલાય છે. વાર્તાનું પ્રમુખ પાત્ર જે વાર્તામાં હજારોનાં માથાં ઉડાડી સાંભળનારની વાહવાહ હાંસલ કરે છે, તે જ પ્રમુખ પાત્રે નવી વાતોમાં હજારોના જીવો બચાવીને એટલી જ વાહવાહ હાંસલ કરવાની છે. જૂની વાર્તાના પ્રેમશૂરો જુવાન કોઈ એક રાજાની કુંવરીને હરી લાવીને પોતાનું પરાક્રમ બતાવે છે, તેને બદલે નવી વાર્તાનો પ્રેમજૂરો એકાદ અબળાને કોઈ અત્યાચારીઓના સપાટામાંથી અભયદાન આપવામાં બમણા સાહસને ખેડે છે. જૂની વાર્તામાં જ્યાં યુવાનયુવતી મળે ત્યાં પતિપત્ની થઈ જવા પ્રેરાય છે, તેને બદલે નવી વાર્તામાં યુવાન અને યુવતી સ્નેહી મિત્રો થઈ જાય એ પણ નવા જમાના પાસે ધરવા જેવો આદર્શ છે. આગલી વાર્તામાં લોહીથી ખરડાયેલી તલવાર શૂરાતનની નિશાની ગણાય તો નવી વાર્તામાં તે જ મારતી તલવાર ખેતરનું ઘાસ કાપવાનું સુંદર દાતરડું બની જાય એ કલ્પના પુરાણજૂની છતાં નવા યુગને ઝીલનારી થઈ પડે. જૂના તહેવારોના ખોખામાં નવો પ્રાણ પુરાય છે, જૂના ધર્મગ્રન્થોની જડમાં નવું રહસ્ય ઉકેલાય છે, એમ જ જૂની વાર્તાઓના આદર્શોમાં નવું ચેતન, નવો પ્રાણ ભરવાની આવશ્યકતા ઊભી જ છે. આપણે વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી તે વિચાર્યું. પણ સાથે સાથે આપણે જાણવું જોઈએ કે વાર્તા એટલે શું ? વાર્તાની વ્યાખ્યા તો ન જ આપી શકાય. આપણે બધા મનથી તો સમજીએ છીએ કે વાર્તા એટલે શું ? છતાં આપણા ધ્યાનમાં એટલું