પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૧૬
 

વાર્તાનું શાસ્ત્ર-૧ તો રહેવું જ જોઈએ કે જે કાંઈ આપણે બીજાને કહીએ કે સંભળાવીએ તે હંમેશ વાર્તા નથી Cી. વાર્તાનો એક ગુણ કહેવા-સંભળાવવાનો છે ખરો; પણ તે એક જ ગુણમાં વાર્તાની પૂર્ણતા નથી થતી. દરેક જોડકણાને આપણે કાવ્ય નથી ગણતા તેમ દરેક હકીકતના જથ્થાને આપણે વાર્તા ન જ કહી શકીએ, વાર્તામાં કહેવાની યોગ્યતા તો હોવી જ જોઈએ. પણ તે ઉપરાંત બીજાં કેટલાંએક તત્ત્વોની તેમાં અપેક્ષા છે. પાત્ર, પ્રબંધ, વસ્તુસંકલના, રસ, દષ્ટિબિંદુ, પ્રવાહ, કલાયુક્ત ગોઠવણ, સ્વાભાવિકતા અને સરળતા, વગેરે લક્ષણો સંપૂર્ણ વાર્તાનાં આવશ્યક લક્ષણો છે. કોઈ કવિતામાં કવિત્વ છે કે નહિ તે આપણે જેમ અનુભવથી જાણી શકીએ છીએ, તેમ કોઈ વાર્તા વાર્તા છે કે નહિ તે આપણે થોડા અનુબ્વથી પણ સમજી શકીએ છીએ. વાર્તાને કહેવા યોગ્ય બનાવવાનો શ્રમ ઉઠાવતાં પહેલાં વાર્તા-અવાર્તાનો ભેદ જાણી લેવો જોઈએ. ટુચકાઓ વાર્તા નથી એવી જ રીતે ઓઠાંઓ પણ વાર્તા નથી; એ જ રીતે 'એકાદ ચોરને ઘરનાં બધાં માણસો જાગી ઊઠયાં તેથી નાસી જવું પડયું’ એ વાત કાંઈ વાર્તા નથી; એમ જ એક છોકરો કજિયા કરતો હતો તેના મોઢામાં વીંછી પેસી ગયો.’ એ હકીકત કાંઈ વાર્તા ન કહેવાય. બાળસદ્બોધ વાર્તાશતક, બાળકોની વાતો, નવરંગી બાળકો, ને એવાં બીજા બાળવાર્તાના કેટલાંએક પુસ્તકોમાં જે વાર્તાઓ આપી છે તે વાર્તાઓ જ નથી; દેશ દેશની રસમય વાતો અને દેશ દેશની માર્મિક વાતો પણ વાર્તાઓ નથી; એ જ પ્રમાણે ટચુકડી સો વાતોનાં સંગ્રહોમાં એવી ઘણી વાતો છે કે જેને આપણે વાર્તાઓ ન કહી શકીએ. એ વાતો ભલે ગણાય પણ વાર્તાઓ તો નથી જ. જો કે એ સંગ્રહોમાંની ઘણી વાતો વાર્તાઓ પણ છે. 'ટચુકડી બીજી સો વાતો’માંથી બે નમૂના આપું છું. ૧૧૬