પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯૩
 

વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ વધારે ચિરંજીવ રહે છે એનાં દષ્ટાંતો આપણાં રામાયણ, ભારત અને ભાગવતાદિ પુરાણો છે. લોકો એ મોટાં કાવ્યો અને ગ્રંથોની વાતો એમ ને એમ પોતાની પાસે મુખપરંપરાએ સાચવી રહ્યા છે તેનું કારણ વાર્તા છે. ઈતિહાસ માટે વાર્તાને શોધવા જવું પડે તેમ નથી. બાબરના એકાદ જીવનપ્રસંગને વાર્તામાં મૂકો એટલે વિદ્યાર્થીને બાબર કોણ હતો, તેણે શું કર્યું હતું, વગેરે જાણવાની ઈચ્છા થાય છે. 'તાજ'ની વાર્તા તો કોઈ પરીની વાર્તા કરતાં યે ચડી જાય એવી છે. અશોકના શિલાલેખ'ની વાર્તામાં એક કુશળ શિક્ષક કેટલો યે ઈતિહાસ ભરી શકે. ગિરનાર ઉપર ઊભાં ઊભાં કાઠિયાવાડના ઈતિહાસની એક સો વાર્તાઓ સંભળાવી શકાય. વઢવાણનું સ્મશાન કે રાણકદેવીનું દેરું આખો રા'ખેંગારનો ઈતિહાસ કહી સંભળાવે. શિહોરનો 'બ્રહ્મકુંડ’ સિદ્ધરાજના રાજની કથાનું બારણું ખોલી આપે. આપણે કાઠિયાવાડની વાર્તા માટે આવી યાદી કરવી જોઈએ :- બ્રહ્મકુંડ, શંકરનું લિંગ કોણે તોડયું? લોલિયાણાનો મિનારો, તળાજાની ગુફામાં, મોર સંધવાણી, મૂળમાણેક, પીરમનો મોખડાજી, હમીરજી ગોહેલ, માધાવાવ, ગીરના જંગલમાં, બરડાના ડુંગરા ઉપર, ચાંચના રૂખડા નીચે, વગેરે વગેરે. ૧૯૩ હલામણ જેઠવો અને સોનકંસારીની, હોથલપદમણી અને લાખા ફુલાણીની, વીજાણંદ અને શેણીની, રા'મંડલિક અને નાગભાઈની કે જસમા ઓડણ અને સિદ્ધરાજની, એવી અનેક વાર્તાઓ ઈતિહાસનું જીવંત સ્વરૂપ જ છે કે કાંઈ બીજું ? કાઠિયાવાડમાં કાઠી કયાંથી આવ્યા, ભીલો પહેલાં કયાં વસતા હતા, નાગરોનાં ઘરો ઘોઘામાં વધારે શા માટે છે, દ્વારિકા અને શેત્રુંજો તથા ગિરનાર ને પ્રભાસપાટણ યાત્રાનાં ધામો કયાંથી