પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯૪
 

વાર્તાનું શાસ્ત્ર-૨ થયાં, એ બધી હકીકતો સુંદર સુંદર વાતો દ્વારા ઈતિહાસ જ રચી રહી છે ને ? ૧૯૪ ભૂગોળની વાતો આમ જ આપણે શોધી કાઢીએ ને વિદ્યાર્થીઓને એમાં રસ લેતા કરી શકીએ. આપણે બાળકમાં કુદરતનો પ્રેમ વાર્તા દ્વારા ખૂબ જગાડી શકીએ. અત્યારે તો જાણે કુદરતને અને આપણાં બાળકોને કશો સંબંધ જ નથી. તેઓ નથી જાણતાં વનસ્પતિઓની જાતો કે પ્રાણીઓની ઓલાદો; નથી તેમને નદીઓના, સરોવરોના, ડુંગરોના કે જંગલના ભેદોની ખબર કે નથી તેમને આકાશપાતાળ ના ગર્ભમાં શું શું ભરેલું છે તેની કશી માહિતી. તેઓ એકલાં પુસ્તકોને પિછાને છે; અને તેમાં જે લખેલું છે તેને શાસ્ત્રવાકય માની તેટલાથી સંતોષ માને છે. કુદરતની વાતો પણ કાંઈ થોડી નથી. કલ્પિત વાર્તાનો તોટો નથી તેમ સાચી વાર્તા બનાવવાનાં સાધનો પણ કાંઈ ઓછાં નથી. કલ્પિત વાર્તા વડે કુદરત તરફ બાળકનું લક્ષ ખેંચાય છે, તેના તરફ સમતા અને મમતા વધે છે, જ્યારે ખરી વાર્તાઓ સાંભળવાથી બાળક કુદરતને પિછાની શકે છે - કુદરતનું તેને જ્ઞાન થાય છે. 'હારના મોતીની જીવનકથા' માં કેટલી બધી દરિયાની વાતો કહેવાઈ જાય ? આપણા જમીનમાં રહેનારા દોસ્તો'ની વાતમાં આપણે કેટકેટલી જાતનાં જીવડાંની વાતો કહી નાખીએ ? 'મધનું ટીપું’ની વાતમાં આપણે મધમાખોના આખા જીવન વિષે વિદ્યાર્થીઓને કેટલું બધું જાણવા જેવું આપી શકીએ ? 'ગુલાબની મુસાફરી'ની વાર્તા, દરિયાનાં બાળકોની વાતો, હવાના રાજાઓની વાતો, આપણાં શરીરમાં રહેનારાંની વાતો, એવી એવી વાતોથી કુદરતને લગતા વિષયો આપણે બાળકો પાસે રજૂ કરી શકીએ. પથ્થરની વાર્તામાં તો