પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૦૧
 

વાર્તા અને નાટયપ્રયોગ નહિ, તો આપણે સમજવું કે તેની અનુકરણ કરવાની વૃત્તિને એટલું બધું અસાધારણ પોષણ મળી ગયેલું છે કે તેને પરિણામે અનુકરણવૃત્તિના દબાણથી સ્વયંસ્ફુરિત ક્રિયા કરવાની શક્તિ છેક કચરાઈ ગયેલી છે. અનુકરણ કરવાની વૃત્તિ પ્રેરણા છે; એ પ્રેરણાથી માણસને કુદરતી લાભ મળે છે. પણ કેવળ પ્રેરણાથી મળતા વિકાસ સુધી જઈને અટકી જવું એટલે તો પશુમાંથી મનુષ્ય ન બનવા સમાન છે. આથી જ અનુકરણ કરવાની વૃત્તિના અવકાશને મર્યાદાની જરૂર છે. બાળક બીજાને જ અનુસરે છે તે બાળક પોતાની વૃત્તિને અનુસરતું નથી એમ કહી શકાય; ને જે બાળક બીજાને અનુસરવા ઉપરાંત પોતાને અનુસરતું નથી તેનામાં વ્યક્તિત્વ નથી એમ માની શકાય. કેળવણીનો ઉદ્દેશ માણસને વ્યક્તિત્વ આપવાનો છે, ને અનુકરણશક્તિ કે વૃત્તિનો આ વ્યક્તિત્વ સ્થાપિત કરવા માટે ઉપયોગ કરવાનો છે. આથી જે જે કેળવણીનો પ્રબંધ અત્યંત અનુકરણશીલતાને કેળવવા મથે છે ને તેના ઉપર ભાર આપે છે, તે તે પ્રબંધ બાળકના વ્યક્તિત્વના વિકાસની આડે આવે છે; પણ જે પ્રબંધમાં વ્યક્તિત્વના વિકાસ અર્થે અનુકરણને મર્યાદામાં અવકાશ છે તે કેળવણીનો પ્રબંધ યથાર્થ છે. વ્યક્તિના વિકાસ માટે અનુકરણ હથિયાર અથવા સાધન તરીકે સ્વીકાર્ય છે, પણ વ્યક્તિત્વને સ્થાને અનુકરણનું અધિષ્ઠાન ત્યાજ્ય છે. આપણે અસલ અને નકલનો ભેદ સમજીએ છીએ; આપણે કારકુન અને શેઠનો ભેદ સમજીએ છીએ; આપણે યંત્ર ને ઈજનેરનો ભેદ સમજીએ છીએ. વ્યક્તિત્વ એ અસલ વસ્તુ છે, અનુકરણ નકલ છે; વ્યક્તિત્વ શેઠ છે, અનુકરણ કારકુન છે; વ્યક્તિત્વ ઈજનેર છે, અનુકરણ યંત્ર છે. કેળવણીમાં અનુકરણનું આવું સ્થાન આંકયા પછી આજે ૨૦૧