પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૦૨
 

વાર્તાનું શાસ્ત્ર-૨ એ વૃત્તિને કેવી જાતનો અવકાશ છે તે જોઈએ. બાળક માતા પેઠે કરવા દોડે છે ત્યારે તે તેને તેમ કરવા દેવાની ના પડે છે; બાળક પિતા જેમ કરવા દોડે છે ત્યારે તે તેને તેમ કરતાં રોકે છે; આપણે જેમ કરીએ છીએ તેમ બાળકને કરવા દેવું માબાપને પાલવતું નથી કારણકે એથી માબાપને પોતાનું કામ છોડી બાળક પ્રત્યે ધ્યાન આપવામાં રોકાઈ રહેવું પડે છે, બાળકને હાથે બનતા કામથી થતું નુકશાન સહેવું પડે છે, અને બાળકના અપૂર્ણ કામથી તેમને સંતોષ માનવો પડે છે. ૨૦૨ મોટાંઓ અને નાનાંઓ વચ્ચે આ સ્થળે જ્યારે વિરોધ જન્મે છે ત્યારે બાળક અનુકરણ કરી વાસ્તવિકતા શોધવા મથે છે. બાળક અનુકરણનું શરણ લઈ જ્યારે પોતાનો આત્મા વિકાસવા માગે છે, એટલે કે અનુકરણના સાધન વડે તે વ્યક્તિત્વ શોધવા આગ્રહ કરે છે ત્યારે મોટાંઓ તેને કેવળ અનુકરણ કરતું જ રાખવા માગે છે. તેને તેઓ નાના પ્રમાણમાં સઘળી ક્રિયાઓ કરવાને અવકાશ આપતાં નથી અને મોટાંઓની ક્રિયાઓ સાચેસાચ કરવા દેવાને બદલે તે ક્રિયાઓનું ખોટું ખોટું કરવા દેવાને ધકેલે છે. દાખલા તરીકે જ્યારે બાળક સાચેસાચી નાની એવી પાટલી ને નાના એવા વેલણથી સાચેસાચા લોટની રોટલી વણવા માગે છે ત્યારે બાળક તે કામ માટે લાયક નથી એમ ઠરાવી તેને તે આપવામાં આવતાં નથી, પણ તેને બદલે તેના હાથમાં સંસારની રમતનાં રમકડાં મૂકવામાં આવે છે કે જે રમકડાં નાની એવી પાટલી અને નાનું એવું વેલણ માત્ર હોય છે. આથી બાળકનો આત્મા તૃપ્તિ પામતો નથી કે તેના વ્યક્તિત્વને લાભ મળતો નથી. પણ જ્યારે બાળક જાણે છે કે તેની વૃત્તિને કોઈ રીતે અવકાશ નથી મળતો, ને સાચેસાચી દુનિયાનો સાચેસાચો પરિચય