પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૦૩
 

૨૦૩ વાર્તા અને નાટયપ્રયોગ કરતાં તેને બધાં રોકે છે ત્યારે તે પોતાની આસપાસ ને પોતાના અંતરમાં કલ્પિત સૃષ્ટિ રચે છે અને છેવટે તેમાં આનંદ લેવા પ્રયત્ન કરે છે. આ રોકાયેલી વૃત્તિમાંથી ઘર ઘરની, ગાડી ગાડીની, ભાતું ભાતું’ની ને એવી એવી રમતો જન્મે છે. બાળકને ઈચ્છાએ કે અનિચ્છાએ આવી રમતોમાં રસ લેવો પડે છે. બાળકને જ્યારે આમ કલ્પનામાં વિહરવું પડે છે ત્યારે બાલજીવનને અવલોકનારા ભુલાવામાં પડી માનસશાસ્ત્રનો એવો સિદ્ધાંત ઘડે છે કે બાળક વાસ્તવિકતા કરતાં કલ્પનાપ્રધાન વધારે છે. પરંતુ ખરી રીતે તો બાળક આવી જાતનું કલ્પક ત્યારે જ બનેલું છે જ્યારે તેને વાસ્તવિકતાના પ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવેલું છે. આ વાતની માનસશાસ્ત્રીને ખબર હોતી નથી. આવી નાની નાની રમતોમાં માનસશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ બાળકોની આવી નાટયપ્રયોગ કરવાની વૃત્તિને જુએ છે, ને એ વૃત્તિ ઉપર નાટયપ્રયોગને શિક્ષણમાં યોજવાની વિચારણા ઘડે છે. ખરી રીતે તો અનુકરણ કરવાની શુદ્ધ વૃત્તિમાં જ બાળકની નાટયવૃત્તિનું દર્શન થાય છે. જો એ શુદ્ધ વૃત્તિને અવકાશ મળે અને બાળકને કલ્પનાના પ્રદેશમાં ધકેલી દેવામાં ન આવે તો બાળક સાચેસાચ પોતાની નાટયવૃત્તિનું ઉત્તમ ફળ આપણને આપી શકે. બાળકમાં નાટયવૃત્તિ એ એક વૃત્તિ છે જ. એ વૃત્તિને બીજી રીતે આપણે સિદ્ધ અનુકરણવૃત્તિ પણ કહીએ. માણસના પોતાનામાં જે વ્યક્તિત્વ છે તે વ્યક્તિત્વ ખીલવવા માટે આ નાટયવૃત્તિનો આપણે ઉપયોગ કરી શકીએ. આ વૃત્તિનો સફળ અને ઉત્તમ ઉપયોગ ત્યાં જ થાય છે કે જ્યાં મનુષ્યનું ખુદ વ્યક્તિત્વ જ નાટયકારનું કે નટનું છે. બીજે બધે ઠેકાણે અનુકરણ સાધન છે પણ જ્યાં વ્યક્તિત્વ પોતે જ નટનું છે ત્યાં અનુકરણ