પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વાર્તાકથનનો ઉદ્દેશ
 


સ્વભાવ આનંદ છે. વાર્તા સ્વતઃ એક કલાકૃતિ છે. હરેક કલાકૃતિનો મુખ્ય ઉદ્દેશ એના પરિચયમાં આવનારને આનંદ આપવાનો છે જ. પ્રત્યેક કલાનો વિશિષ્ટ આત્મા હોય છે. પ્રત્યેક કલાને લોકોને કંઈ કંઈ સંદેશ આપવાનો હોય છે. પથ્થરમાં મૂર્તિમંત થતી કલા એક સંદેશ આપે છે, તો કેનવાસ ઉપર દેખાતી કલાને કોઈ બીજો સંદેશ આપવાનો છે. આ સંદેશ તે મનુષ્યના આત્માની કલાનો છે. મનુષ્યનો આત્મા અનેક રીતે વ્યક્ત થાય છે. સાહિત્ય, સંગીત, કલા, વગેરેમાં આત્માનાં પ્રતિબિંબો છે. વાર્તા એ લોકજીવનનું - લોકાત્માનું એક પ્રતિબિંબ છે. વાર્તાનો ઉદ્દેશ મનુષ્યના આત્માની જે સાહિત્ય-વિષયક કલા છે, તે વ્યક્ત કરવાનો છે. સંગીત ધ્વનિપ્રધાન કલા છે; ચિત્ર રૂપપ્રધાન કલા છે; સાહિત્ય કાવ્યપ્રધાન કલા છે; વાર્તાઓ અનેક રસોનો ભંડાર છે. વિવિધ રસના ભોક્તા આ રસોનું પાન કરી આનંદતૃપ્તિ પ્રાપ્ત કરી શકે છે. સાહિત્યનો આ રસવિભાગ વાર્તામાં જેટલો પ્રગટ થાય છે તેટલા પ્રમાણમાં વાર્તા કલાની કૃતિ છે; અને તેટલા પ્રમાણમાં વાર્તાકથનનો ઉદ્દેશ આનંદ આપવાનો છે જ. ૫ નાટયકલાનો પ્રાથમિક ઉદ્દેશ નાટક જોનારને આનંદ આપવાનો છે. નાટકમાં ગમે તેટલો બોધ ભરેલો હોય કે સામાજિક, આર્થિક કે રાજનીતિ-વિષયક બાબતોથી ભલે એ ભરપૂર હોય પણ જો એ આનંદ આપી શકતું ન હોય તો નિષ્ફળ જાય છે. એના અવાન્તર લાભો ઘણા હોઈ શકે. એમાં ઘણી ઉપયોગી બાબતોની ગૂંથણી પણ થઈ શકે. પણ નાટકની સફળતા તો એનામાં જે આનંદ આપવાની શક્તિ રહેલી છે તેમાં છે. અનેકરંગી, નીરોગી અને ઉપયોગી ઘટનાનો જો એવો સુસંયોગ ન થાય કે તેનાથી આનંદ ન પ્રગટે, તો નાટક નિષ્ફળ