પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વાર્તાનું શાસ્ત્ર
 
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર-૧ જાય. આવું જ વાર્તાઓનું પણ છે. એના અનેક લાભો છે. એ લાભો આપણે હાંસલ પણ કરી શકીએ. પણ એ લાભો આપનારી હકીકતો વાર્તાનો અંતરાત્મા નથી; એ તો વાર્તાનું શરીર છે. એમાંથી ઉત્પન્ન થતી કલા એ જ એનો ખરો પ્રાણ છે, અને એનાથી જ માણસ વાર્તા તરફ આકર્ષાય છે. G જ્યાં જ્યાં શિક્ષણની ક્રિયા આનંદરહિત રહી છે ત્યાં ત્યાં આજે નહિ તો કાલે, વર્ષે નહિ તો બે વર્ષે, આ જમાનામાં નહિ તો બીજા જમાનામાં, શિક્ષણનું કાર્ય નિષ્ફળ ગયેલું છે. આજે તો શિક્ષણશાસ્ત્રમાં અગ્રગણ્ય વિચારકો કહી રહ્યા છે ને સિદ્ધ કરવા લાગ્યા છે કે શિક્ષણ અને આનંદ એ એક વસ્તુ છે; અશિક્ષણ અને આનંદનો અભાવ એ એક વસ્તુ છે. આજે રમત કરો ત્યારે રમત કરો, ને કામ કરો ત્યારે કામ કરો.’ એ મુદ્રાલેખ બદલાઈને ‘રમત કરો ત્યારે કામ કરો, ને કામ કરો ત્યારે રમત કરો' એ મુદ્રાલેખ થોડીએક શાળાને બારણે લાગવા માંડયો છે. અને એથી યે થોડી શાળાઓને બારણે તો બધી રમત કામ છે, બધું કામ રમત છે.’ એમ મોટા અક્ષરે લખાવા માંડયું છે. જો વાર્તા આનંદ આપનારી વસ્તુ સ્વયંસિદ્ધ છે તો વાર્તાને આજે શાળાના શિક્ષણમાં કેટલું બધું સ્થાન મળી જાય એ સ્વાભાવિક છે. આથી જ આજે કેટલાએક દેશમાં વાર્તા દ્વારા ઘણ ઘણા વિષયો શીખવવાનું ચાલે છે. પ્રથમ ઉદ્દેશમાંથી ફલિત થતો આ બીજો ઉદ્દેશ છે. પ્રત્યેક વિષયશિક્ષણની શરૂઆત વાર્તાના કથનથી થઈ શકે. વાર્તા દ્વારા શિક્ષણ આપવાની રીતિ પુરાણી છે. એક અવતરણથી આ વિચાર સ્પષ્ટ રીતે મૂકી શકાશે. હિંદુસ્તાનમાં પણ યાત્રા માટે નીકળેલા ઋષિમુનિઓ કાંઈ સત્ર ચાલતું હોય ત્યાં થોડા દહાડા વિશ્રાંતિ કરતા અને અત્યંત ઉત્સાહથી ધાર્મિક વાર્તાઓનો વિનિમય કરતા. બુદ્ધ