પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૧૬
 

વાર્તાનું શાસ્ત્ર-૨ એક મીઠી દવા છે. વાર્તા પોતે જ પોતાની શક્તિ ધરાવે છે. વાર્તામાં રહેલ ગૂઢ બોધને સમજાવવા માટે વાર્તાનું પ્રયોજન નથી; વાર્તાનું પ્રયોજન વાર્તા કહેવામાં છે. શાળામાં જ્યારે કોઈ અનીતિનો પ્રસંગ બને કે જ્યારે જ્યારે શિક્ષકને ન ગમે એવું બને, ત્યારે ત્યારે શાણો શિક્ષક વાર્તા કહેવા બેસી જાય છે. આ વાર્તાને વળી વધારે કિંમતી ગણવામાં આવે છે; આને પ્રસંગોચિત વાર્તા કહેવામાં આવે છે. નીતિનો બોધ આપવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે વાર્તા કહેવાની તત્પરતાવાળો કુશળ ગૃહપતિ ગૃહની શોભારૂપ છે એમ છાત્રાલયની ફિલસૂફી ઘડવાવાળા કહે છે. જ્યારે લોઢું ગરમ થાય ત્યારે જ તેને ટીપવામાં કંઈ અર્થ છે, એ ન્યાયે જ્યારે માણસ નીતિના ધોરણથી ઊતરે છે, જ્યારે નીતિથી વિમુખ થાય છે, ત્યારે તેને ઉપદેશ આપવાની જરૂર છે એવી માન્યતા આજે આખા સમાજની છે. રોગ થવાનાં કારણો તપાસવાને બદલે રોગ મટાડવાના અત્યાર સુધીના અર્ધ સફળ પ્રયત્નો જેવું આ વાર્તાકથનનું છે. આવી રીતે વાર્તાને નીતિશિક્ષણના હથિયાર તરીકે વાપરનાર માણસો બાળકમાં નીતિશૂન્યતા અથવા નીતિના રોગની હાજરીનું આરોપણ કરે છે. પરિણામોને જોનાર ને પરિણામોની સાથે લડત કરનાર માણસ વિજ્ઞાનના પ્રદેશમાં ઉંધે માર્ગે ચાલનાર છે એ સમજી શકાય છે, પણ નીતિશિક્ષણના કાર્યમાં આપણને આટલું પણ સમજાતું નથી. કોઈ પણ રોગ, કોઈપણ અનીતિમયતા, પરિણામથી ભયંકર નથી પરંતુ તેનાં કારણોથી ભયંકર છે; પરિણામો તો કારણોનાં સહજ ફળો છે. માણસે કારણોને નિર્મૂળ કરવાને બદલે પરિણામની સાથે લડત કરવાનો પ્રયત્ન નાખી દેવા જેવો છે. માણસ અનીતિમાન છે કે નીતિમાન, યા તો માણસ શા માટે નીતિમાન નથી થતો અને ૨૧૬