પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૧૭
 

વાર્તાનું કથન અને નીતિશિક્ષણ ૨૧૭ અનીતિમાન થાય છે તેનાં કારણોની ખોજમાં તેની દવા રહેલી છે. તેના કારણો તરફ બેદરકાર રહીને તેનાં પરિણામો ઉપર મલમપટ્ટો કરવાથી માણસને સ્વાભાવિક મટાડી અસ્વાભાવિક બનાવવા જેવું છે. રોગ પ્રત્યક્ષ દેખાતો બંધ થાય છે એ વાત સાચી છે; પણ રોગ વધારે ઊંડો ઊતરી તેનાં મૂળ ઘાલે છે. આથી જ આજે સમાજમાં તત્ત્વતઃ વિચારીએ તો છડેચોક અનીતિ આચરનારા માણસો કરતાં ગુપ્તપણે અનીતિ આચરનારા માણસો વધારે છે; અને એ વર્ગની સંખ્યા અત્યંત વધારે છે તેથી જ છડેચોક અનીતિ આચરનારા માણસો જ વધુ મતે હલકા ગણવામાં આવે છે. ખરી વાત એમ છે કે જે નીતિભ્રષ્ટ છે તે નીતિદંભી કરતાં વધારે પતિત નથી. પહેલો તો દીવાદાંડી જેવો છે; રસ્તે જતાં તમામ સુજનતાનાં વહાણોને બચી જવાને એ નિશાન કરી રહ્યો છે જ્યારે બીજો તો પાણીની નીચે, ધોળાં મોજાંની નીચે છુપાયેલો લોઢાનો ખડક છે કે જેની સાથે હરહંમેશ કેટલાંયે જહાજો અથડાઈને ડૂબી મરે છે. આ મલમપટ્ટો કરવાની ક્રિયાથી દાંભિકો પેદા કરવાં કરતાં નીતિશિક્ષણનું કામ હાથ ન ધરવું એ સહીસલામતી ભરેલું છે. આજે માણસોએ એટલો બધો અનીતિમાન બની ગયો છે કે પોતે અનીતિનો ભય સર્વત્ર જુએ છે. તેની વૃત્તિ બધાયમાં અનીતિ આરોપવાની છે. મોટે ભાગે નીતિશિક્ષણમાં ઝંડો ફરકાવનારાઓ પોતાના હૃદયમાં રહેલ અનીતિની સાથે લડત કરવા નીકળેલા હોય છે. એ માણસો પોતાની સાથે લડી શકતા નથી તેથી સમાજ સાથે લડી લેવા પ્રેરાય છે. જે માણસ જે વસ્તુથી બીએ છે તે માણસ તે વસ્તુને દુનિયામાંથી હાંકી કાઢવા દોડે છે, પણ જે માણસ જે વસ્તુથી નિર્ભય છે તે માણસ તે વસ્તુને હાંકી કાઢવામાં રસ લેતો નથી. મહાન સત્ત્વો સિવાયની વ્યક્તિઓ હંમેશાં