પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૨૩
 

વાર્તાનું કથન અને નીતિશિક્ષણ ૨૨૩ દ્વારા કહો કે ઉપદેશ દ્વારા કહો, મુખથી કહો કે લેખથી કહો, માણસને નીતિ આપવાનો એક ભારે શોખ લાગ્યો છે. અને તેનું કારણ બીજું કશું નથી તો એક તો છે જ કે માણસમાં નીતિની વૃત્તિ કયાંથી આવે છે ને કેવી રીતે વિકસે છે તેનું વૈજ્ઞાનિક જ્ઞાન નથી. જ્યાં જ્યાં આપણે શરીરશાસ્ત્રના નિયમો જાણીએ છીએ ત્યાં ત્યાં શરીરશાસ્ત્રને લગતી ભૂલો આપણે નથી કરતા. દાખલા તરીકે આપણે સમજીએ છીએ કે બાળકને ચાલતાં, દોડતાં અને વાતો કરતાં એકાએક આવડી જતું નથી; ઘણા લાંબા વખતના સ્વયંપ્રેરિત પ્રયાસને અંતે બાળક આ ક્રિયા પર કાબૂ મેળવે છે. આપણે તેને માટે ઉતાવળ કરતા નથી. અને કરીએ છીએ તોપણ આપણું ચાલતું નથી એવો આપણો અનુભવ છે. આથી જ જ્યારે આપણે ઓફિસમાં કે બહારગામ જઈએ છીએ ત્યારે નાના બાળકને કહીને જતા નથી કે "હું પાછો આવું ત્યારે તારે મારા જેટલા ઊંચા થઈ જવું અથવા મારા જેટલું વજન મેળી લેવું.” આમ કહેવામાં આપણે આપણી મુર્ખાઈ સમજી શકીએ છીએ. આનું કારણ, આપણે શરીરવિકાસના છેક સાદા નિયમો તો સમજીએ જ છીએ, એ છે. પણ જ્યારે આપણે બાળકને ઉપદેશ આપીને કે વાર્તા કહીને કહીએ છીએ કે જો હવે તું સાચું બોલજે અથવા ચોરી કરીશ નહિ, ત્યારે આપણે બાળકની અને આપણી હાંસી કરીએ છીએ અને માનસવિકાસના ભયંકર અજ્ઞાનનું પ્રદર્શન કરીએ છીએ. શરીરના વિકાસના નિયમો અને ક્રિયાઓ કરતાં યે માનસના વિકાસના નિયમો અને ક્રિયાઓ વધારે ગૂંચવાડા ભરેલાં અને કઠિન છે એ આપણે જાણતા નથી માટે જ આપણે કથનમાત્રથી માનસને કેળવવા દોડીએ છીએ. માનસવિકાસ કરતાં યે આત્માની શક્તિનો વિકાસ સિદ્ધ કરવો વધારે કઠિન છે. માણસ શરીરની શક્તિ