પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૨૪
 

વાર્તાનું શાસ્ત્ર-૨ વધારી શકે, માણસ બુદ્ધિનો વૈભવ મેળવી શકે, પણ માણસ આત્માની શુદ્ધિ મેળવતા જિંદગી ગાળી નાખે તોપણ સફળતાથી દૂર રહે. જે વિકાસ અત્યંત કઠિન છે, સૂક્ષ્મ છે, તે જ વિકાસ આપણે કેવળ વાર્તાથી સિદ્ધ કરવાની ધૃષ્ટતા કરીને આપણું વૈચિત્ર્ય દેખાડીએ છીએ. સત્યનો પાઠ ભણાવી બાળક પાસેથી સત્યની અપેક્ષા રાખનાર કાં તો મૂર્ખ છે, અથવા તો અજ્ઞાની છે, અથવા તો ઢોંગી છે. આપણે મુર્ખ છીએ તે કરતાં અજ્ઞાની અને ઢોંગી વધારે છીએ. ૨૨૪ ત્યારે હવે શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વાર્તાઓ કહેવામાં કશી હરકત છે જ નહિ. અનેક રહસ્યો ભરેલી વાર્તાઓમાં નીતિના રહસ્યવાળી વાર્તાઓનો સમાવેશ થઈ જાય છે. અને રસોવાળી વાર્તાઓમાં ધર્મરસવાળી વાર્તાઓને સ્થાન છે જ. પણ આપણે ધર્મ કે નીતિનો બોધ કરવા સારુ વાર્તા ન જ કહીએ. વાર્તા તો વાર્તાની ખાતર જ, વાર્તાનો પ્રમુખ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ કહીએ. જે વાર્તાનું કથન સંપૂર્ણ સફળ છે તે વાર્તા પોતાનો પ્રાણ સ્વતઃ ફેલાવી શકે છે; તે વાર્તામાંથી તેની સુવાસ એની મેળે જ બહાર પ્રસરે છે. બીજી વાર્તાઓથી ધર્મની વાર્તામાં કાંઈ વિશેષતા નથી એમ સમજીને જ ધર્મનીતિ જેમાં ઉદ્દેશરૂપે હોય તે વાર્તા કહેવાય. સાર કઢાવવો એટલે વાર્તાનું વિષ કઢાવવું. માણસનો સ્વભાવ એવો છે કે એના ઉપર જે લાદવામાં આવે છે તે જ તેને ગમતું નથી; પણ એ જ વસ્તુ જ્યારે માણસ પોતાની ઈચ્છાથી સ્વીકારી શકે છે ત્યારે તેનો ખરો લાભ મળે છે. નીતિશિક્ષણ ભરેલી વાર્તામાં નીતિના વિચારો વાર્તા દ્વારા સ્પષ્ટ દેખાઈ આવે એમાં વાર્તાકથનકારની ખૂબી એ કલાનો વિષય હોઈ કલાધર જ નીતિનું સૌંદર્ય બતાવી શકે છે. વાર્તાના કથનની